Tapi SOG પોલીસે, પશુ વધુ દુધ આપે તે માટે આપવામાં આવતું ગેરકાયદેસર પ્રવાહી કર્યું જપ્ત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-15 18:09:56
  • Views : 101
  • Modified Date : 2023-10-15 18:09:56

તાપી SOG પોલીસે, પશુ વધુ દુધ આપે તે માટે ઉપયોગમાં લેવાતું ગેરકાયદેસર પ્રવાહી જપ્ત કર્યું છે. બેડકુવા નજીક આવેલ GIDCમાં પોલીસે રેડ કરી કાર્યવાહી કરી છે. પશુ વધુ દુધ આપે તે માટે તેમણે આ ગેરકાયદેસર પ્રવાહી આપવા માટેનુ આ સમગ્ર આયોજન અહીં કરવામાં આવતું હતું.તાપીના બેડકુવા નજીક આરોપીઓ ગેરકાયદેસર આ જે પ્રવાહી છે તેનું વેચાણ કરતાં હતા. આ દરમ્યાન તાપી SOGને બાતમી મળી હતી. પોલીસની સમગ્ર ટીમ સ્થળ પર પહોંચી અને કાર્યવાહી કરી  હતી. પકડાયેલા આરોપી પ્રવિણ ભાટુને પોલીસે પકડીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ 89 હજારના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પશુ કુદરતી રીતે દૂધ આપે તેની જગ્યાએ આ કેમિકલ દ્વારા વધુ લાલચના નામે આ સમગ્ર ગેરકાયદે કેમિકલ પશુઓ માટે બનાવવામાં આવતું હતું.

Download Our B K News Today App



Related News