અંબાજીમાં ટ્રક ભરેલા શંકાસ્પદ ધીના જથ્થા મુદ્દે તપાસનું ફીડલું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-14 11:27:58
  • Views : 648
  • Modified Date : 2019-10-14 11:27:58

અંબાજીમાં બાદરવી મેળા પૂર્વે એક ટ્રક શંકાસ્પદ ધીનો જથ્થો ઉતર્યો હોવાનું ભારે ટોક ઓફ ટાઉન બની જવા પામ્યું હતું. ત્યાર બાદ મોડે મોડે તંત્ર દ્વારા ઓચિંતી કાર્યવાહી કરવામં આવી પરંતુ સરવાળે શૂન્ય જેવો ઘાટ સર્જાયો હતો. ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સામે સ્થાનિકોમાં અનેક આશંકાઓ અને આક્ષેપો ઉઠવા પામ્યા હતા. ત્યારે આટલો મોટો જથ્થો કયાં પગ કરી ગયો તે બાબત એક તપાસનો વિષય બની છે.
અંબાજીમાં વર્ષ દરમ્યાન કયારેય જાવા ન મળતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભાદરવી મેળા પૂર્વે અંબાજીમાં ધામા નાંખ્યા હતા. જેને લઈને સ્થાનિક પ્રજા સહિત યાત્રિકોમાં ભારે અચરજનું મોજું ફેલાઈ ગયું હતું. આ દરમ્યાન અંબાજીમાં મેળા પૂર્વે એક વેપારીના ત્યાં રાત્રી દરમ્યાન એક ટ્રક અમુલ અને સાગર ધીનો જથ્થો ઉતર્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. વહેલી સવાર સુધીમાં તો સોશિયલ મીડિયામાં પણ સ્થાન લઈ લીધુ હતું. ત્યારે મોડે મોડે બપોર પછી બે અઢી વાગ્યાના સુમારે તંત્ર દ્વારા એકાએક કાર્યવાહી હાથ ધરવામાં આવી પરંતુ સરવાળે મીડું જાવા મળ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્ષેપો અને શંકા-કુશંકાઓ પ્રવર્તિ હતી. જ્યાં આ તંત્રની જ મિલી ભગતના કારણે દુકાનદારોને સમય આપ્યો હોવાના પણ આક્ષેપો ઉઠયા છે. શંકાસ્પદ ધી નો વિપુલ જથ્થો કયાં પગ કરી ગયો તે બાબત હવે અંબાજીમાં ટોક ઓફ ટાઉન બની છે.

Download Our B K News Today App



Related News