પેથાપુર જુગારકાંડમાં જુગાર રમાડનાર બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ, એકની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-21 11:17:16
  • Views : 435
  • Modified Date : 2020-07-21 11:17:16

પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે ઉનાવા ગામની સીમ ખાતે પ્રવિણસિંહ લક્ષ્મણસિંહ ડાભીના તબેલાની બાજુમાં આવેલ ઓરડીમાં કે.સી.પટેલ પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને ગંજીપાના વડે
પૈસાની હાર-જીતનો જુગાર રમાડતાં હતાં. ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉનાવા ગામ ખાતે ચાલતાં જુગારખાનાં પર ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. જુગાર રમાડવાના એક દિવસના ૧૫ હજાર લેવાતા હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર
પોલીસબેડામાં ચર્ચા સાંભળવા મળી રહી છે કે, આ વિસ્તારમાં જુગાર રમવા માટે
પોલીસકર્મીઓ દ્વારા ૧૫ હજાર રૂપિયા એક દિવસના લેવામાં આવતાં હતાં. જુગારખાના ઉપરથી માત્ર ૬૦ હજારનો રોકડ અને મુદ્દામાલ ઝડપાયો હતો.
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની જુગારના અડ્ડા પર રેઇડમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી કુલ ૨૨૭૦૮ તથા મળી આવેલ રોકડા ૧૦૫૦૦ મળીને કુલ ૩૩૨૦૦ની રોકડ તથા ૯ જેટલા મોબાઇલ પ્લાસ્ટિકના ૫૮ નંગ સાથે કુલ ૬૨,૬૭૦નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે રેડ પાડતા આઠ જેટલા જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. જુગારના અડ્ડા ચલાવવામાં મદદ કરનાર
પોલીસના જ કર્મચારી પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયપાલસિંહ રાઠોડ અને ગાંધીનગર પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં ઘનશ્યામસિંહ વાઘેલાને ગાંધીનગર પોલીસ દ્વારા વોન્ટેડ હતા. ત્યારે જિલ્લા પોલીસ વડાએ જુગારખાનાંમાં સામેલ બંને પોલીસ કર્મચારીઓને
સસ્પેન્ડ કરી દીધાં છે. જ્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે પોલીસકર્મી ઉપરાંત માણસા
પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીની સંડોવણી પણ સામે આવી રહી છે. જેને લઈને
તપાસના આદેશ છોડાયાં છે.

Download Our B K News Today App



Related News