હવે... પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે વડાવળ સ્ટ્રીટલાઈટ કૌભાંડ ઃ નાણાંકીય નિયમોનો ભંગ, તપાસમાં ખુલ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 11:18:37
  • Views : 502
  • Modified Date : 2020-08-13 11:18:37

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા વડાવળ ગામમાં નાખવામાં આવેલી સ્ટ્રીટલાઇટનું  કૌભાંડ હવે પાપ બનીને છાપરે પોકારતું હોય તેમ જણાય છે. ડીસા તાલુકા પંચાયત દ્વારા સ્ટ્રીટલાઇટના કૌભાંડની તપાસ ટીમએ તેનો અહેવાલ રજુ કરી દીધો છે. જેમાં ગ્રામ પંચાયતના સરપંચે નાણાકીય નિયમો નેવે મૂકી બારોબાર ખરીદી ખરીદી કરી હોવાનું તપાસમાં ખુલતાં હવે
સરપંચ વિરુદ્ધ કાર્યવાહી થવાની ભણકારા વાગી રહ્યા છે.
ડીસા તાલુકાની વડાવળ ગ્રામ પંચાયતમાં સ્ટ્રીટ લાઈટની ઊંચા ભાવે અને બારોબર ખરીદી કરવાનું. એટલું જ નહીં વીજ ચોરી કરીને ગામમાં અજવાળા કરવાનું કારસ્તાન પણ ખુલ્લું
પડતાં વીજ કંપનીએ રૂપિયા ૪૭ હજારનો રકમનો દંડ ફટકારી દીધો હતો. ત્યાં જ સ્ટ્રીટલાઇટની ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો અને નાણાકીય નિયમો નેવે મૂકી દેવાનો જિલ્લા વિકાસ અધિકારીને ડીસાના ટીડીઓએ રિપોર્ટ કરી દિધો છે. જેને લઈને ગામમાં હલચલ મચી ગઇ છે. જેમાં વડાવળ ગામના અરજદાર અજમલજી મલાજી વાઘેલાએ ગામમાં નાખવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ બજારમાં રૂપિયા ૫૭૦/- થી ૬૦૦/- રૂપિયાની આસપાસ મળી રહી છે. તેમ છતાં અમદાવાદની સન ઇલેક્ટ્રોનિક સેલ્સ
પાસેથી પાંચ થઈ સાત ગણા રૂપિયા આપીને એક સ્ટ્રીટ લાઈટના રૂ. ૪૧૧૦/- અને જીએસટી સાથે મળીને  ૧૦૦ સ્ટ્રીટ લાઈટનું કુલ રૂપિયા ૪, ૬૦,૩૨૦/- નું ઊંચા ભાવનું બીલ ગ્રામ પંચાયત ચૂકવી દીધું હતું.
આમ ઊંચા ભાવે ખરીદી કરીને રૂપિયા ૪ લાખનું કૌભાંડ સ્ટ્રીટલાઇટમાં આચરાયું હોવાની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. જેને લઇને ડીસા તાલુકા વિકાસ અધિકારી એમ.બી. સોલંકીએ વડાવળ ગામમાં સ્ટ્રીટલાઇટના કથિત કૌભાંડ અંગેની તપાસ માટે સમિતિ મોકલી હતી. જેને અહેવાલ રજુ કરી દીધો છે.

તપાસ સમિતિએ અહેવાલમાં શું જણાવ્યું છે
વડગામમાં સ્ટ્રીટ લાઈટ માટે ૧૪માં નાણાપંચમાંથી ૧૦૦ જેટલી સ્ટ્રીટલાઈટ ખરીદવા રૂપિયા ૪ લાખ ૭૦ હજારની વહીવટી મંજૂરી સાથે વર્ક ઓર્ડર તાલુકા પંચાયત એ આપ્યો હતો. જે ગ્રામ પંચાયત એ રૂપિયા ૪૧૧૦/- ના ભાવથી અમદાવાદની સન ઇલેક્ટ્રોનિક પાસેથી સ્ટ્રીટ લાઈટની ખરીદી કરી ગ્રામ
પંચાયતે એનું પેમેન્ટ કરી દીધું હતું. આટલી મોટી રકમની ખરીદી કરવાની થાય ત્યારે નાણાંકીય નિયમો મુજબ ખરીદી પ્રક્રિયા હાથ ધરવાના બદલે સીધેસીધા સન ઇલેક્ટ્રોનિકસ પાસેથી ખરીદી કરાઈ હતી. જેમાં નાણાકીય નિયમોનો ભંગ કરીને  સરપંચે ખરીદી કરતા પ્રાથમિક દ્રષ્ટિએ  કસૂરવાર  જણાય છે. આ અંગેની આગળની થતી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

સરપંચને સસ્પેન્શનની નોટિસ મળી શકે છે
વડાવળ ગામમાં જે ૧૦૦ સ્ટ્રીટ લાઇટ લગાવવા માટેની ખરીદી કરવામાં આવી છે. જેમાં નેવે મુકાયેલા નાણાંકીય નિયમોના ભંગ બદલ હોદ્દાનો દુરુપયોગ થયો હોવાનો રિપોર્ટ ડીસાના ટીડીઓ એ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને કર્યો છે. આ અહેવાલના પગલે વડાવળના સરપંચને હવે ડીડીઓ આ મુદ્દાને લઈને સસ્પેન્ડ કેમ ન કરવા તેવી નોટિસ ફટકારી શકે છે.

Download Our B K News Today App



Related News