કુડા ચકચારી હત્યાકાંડની તટસ્થ તપાસ કરવા દરબાર સમાજે માંગ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-26 11:09:14
  • Views : 448
  • Modified Date : 2019-06-26 11:09:14

લાખણી તાલુકાના કુડા ગામે ગુરુવારની સાંજે ચૌધરી સમાજના એક જ પરિવારના ૪ લોકોની ઘાતકી હત્યા કરાયેલી લાશો મળી આવી હતી અને
પરિવારના મોભી કરશન પટેલ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા કરશન પટેલનું પણ મોત થયું હતું. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારોભાર રોષ ફેલાયો છે અને આ હત્યાકાંડના આરોપીઓ જાહેર કરવાની માંગ ઉઠી છે. ત્યારે પોલીસ આ હત્યાકાંડનો ભેદ ઉકેલવા માટે
એડીથી ચોટીનું જોર લગાવી રહી છે. જે જગ્યાએ આ ખૂની ખેલ ખેલાયો છે. એ ઘરની દિવાલો ઉપર કાળા કોલસાથી કેટલાંક નામ લખેલા છે અને ૨૧ લાખ એવું લખેલું છે. જે આ નામ લખેલા છે. એમાં મૃતક કરશન પટેલના સગા ભાઈઓના છે અને ૪ નામ દરબાર સમાજના લોકોના છે. ત્યારે પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા માટે દિવાલ ઉપર લખેલ નામ પૈકીના દરબાર સમાજના લોકોની ગુનાની તપાસના કામ માટે પૂછપરછ કરવા અટકાયત કરી છે. જ્યારે દિવાલ ઉપર મૃતકના ભાઈઓના નામ પણ લખેલ છે પણ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી નથી. જેને લઈને દરબાર સમાજની અગત્યની મીટિંગ લાખણી ખાતે આવેલ દરબાર સમાજની કોટડીમાં રાખવામાં આવી હતી. જેમાં આ જઘન્ય અપરાધની નિંદા કરીને મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. તેમજ આ ગુનામાં જે પણ સંડોવાયેલા હોય તેમને સજા થઈ જોવીએ. જો ખરેખર દરબાર સમાજના લોકોની સંડોવણી હોય તો તેમને સજા થઈ જોવીએ. પણ પોલીસ એક તરફી વલણ ન અપનાવે. જો શંકાના આધારે ધરપકડ કરવામાં આવે તો તેમના સગા ભાઈઓની પણ ધરપકડ કરવી જોઈએ. પોલીસ  તમામ પાસાઓની ચકાસણી કરીને નિષ્પક્ષ તપાસ કરે તેવી દરબાર સમાજે માંગ કરી હતી. આ બાબતે આગથળા પોલીસ અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને માંગ કરી છે અને ખાત્રી આપી છે કે પોલીસને અમારો સંપૂર્ણપણે સાથ સહકાર રહેશે. પોલીસ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે અને જે પણ ગુનેગારો હોય તેને જાહેર કરી જેલમાં ધકેલવામાં આવે પણ નિર્દોષ વ્યક્તિને ન ફસાવે તેવી માંગ કરી છે.
આ પ્રસંગે વાવ રાણા ગજેન્દ્રસિંહજી, દિયોદર રાજવી માનસિંહજી લક્ષ્મણસિંહજી વાઘેલા (ફોરણા), ભગવાનસિંહ વાઘેલા (લાખણી) સહિત મોટી સંખ્યામાં દરબાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News