બનાસકાંઠાના યુવા નેતાના ચકચારી પ્રકરણમાં તપાસ કરવા સંગઠનોની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 11:42:06
  • Views : 971
  • Modified Date : 2019-08-27 11:42:06

બનાસકાંઠાના એક યુવા નેતા દ્વારા એક યુવતિને પ્રેમજાળમાં ફસાવી તેને ગર્ભવતી બનાવી હોવાના અહેવાલ એક અકબારમાં પ્રસિધ્ધ થયા હતા. આ યુવા નેતા કોણ છે તે બાબતે તટસ્થ તપાસ થાય તે માટે બનાસકાંઠાના જુદા-જુદા સંગઠન દ્વારા સોમવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરાઈ હતી.
બનાસકાંઠામાં એક યુવતિને યુવા નેતા દ્વારા પ્રેમજાળમાં ફસાવી તેને ગર્ભવતી બનાવી. ત્યારબાદ મહેસાણાના એક તબીબ પાસે એર્બોસન કરાવ્યુ હોવાના અહેવાલ તાજેતરમાં એક નામ વગરના અખબારમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. જેને લઇ સમગ્ર જિલ્લામાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્‌યા હતા. આ યુવા નેતા કોણ તે અંગે અનેક ચર્ચાઓએ જોર
પકડ્યું  હતું. જેને લઇ આ યુવા નેતા કોણ છે ? આ ઘટના સાચી છે કે કેમ અને સાચી હોય તો કસુરવાર સામે કડકમાં કડક  પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે બનાસકાંઠા કરણી સેનાના બેનર તળે વિવિધ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી  ન્યાયની માંગ કરવામાં આવી હતી. અને જો આ બાબતે તટસ્થ તપાસ નહી થાયતો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

Download Our B K News Today App



Related News