ધાનેરામાં ફૂડ વિભાગ દ્વારા ગુતુ(શીરુ) ખરીદનારાઓને ત્યાં તપાસ કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-06 11:37:52
  • Views : 495
  • Modified Date : 2019-12-06 11:37:52

ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં ભેળસેળ તેમજ હલકી ગુણવત્તાવાળો માલ મોટા પ્રમાણમાં વેચવામાં આવે છે અને જેથી બનાસકાંઠાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ગુરુવારે ગુતુ (શીરુ) એકત્ર કરતા બે સેન્ટરો ઉપર તપાસ કરવામાં આવી હતી અને સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા. તેમજ તેમની પાસેથી કોઇજ પ્રકારના લાયસન્સ કે કોઇ પુરાવા ન હોવાથી તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
ધાનેરા તાલુકામાં દુધાળા
 પશુઓનું ગુતુ (શીરુ) બનાસ ડેરી દ્વારા પણ લેવામાં આવે છે. તે સિવાય કેટલાક યુ.પી., બીહારથી આવેલા લોકો પણ ધાનેરા ખાતે દુકાન બનાવીને
પોતાના માણસો દ્વારા આવુ ગુતુ લાવતા હોય છે.  આ ગુતુ સેન્ટરો બાબતે  ફૂડ વિભાગના અધિકારીઓને ધાનેરાના જાગૃત લોકો દ્વારા રજૂઆત કરવામાં આવતા બનાસકાંઠા ફૂડ વિભાગના અધિકારી
પી.આર.સુથાર તથા તેમની ટીમના ફૂડ ઇન્સ્પેકટરો ધાનેરા ખાતે આવ્યા હતા અને ધાનેરા ત્રણ રસ્તા ખાતે આવેલ આઝાદ ગુતુ (શીરુ) સેન્ટરની તપાસ હાથ ધરી હતી. તેમાં પડેલા ૯ જેટલા કેનમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ આ દુકાનદાર પાસે કોઇ દુકાનભાડાના એ અન્ય
પુરાવાઓ પણ ન હોવાથી તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ ઉપરી કચેરીથી કાર્યવાહી કરવા માટે લેખીત કરવામાં આવ્યુ હતુ. જ્યારે થાવર ખાતે વી.આર.પુરોહિત માર્કેટ ખાતે આવેલ સુપર ગુતુ સેન્ટરમાં પણ તપાસ કરવામાં આવેલ અને તે ઇસમ પાસે પણ કોઇ પ્રકારના લાયસન્સ કે ડોક્યુમેન્ટ મળી આવેલ ન હોવાથી ફૂડના અધિકારીઓ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે લાયસન્સ પણ મેળવા માટે તાકિદ કરવામાં આવી હતી.  તપાસ કરતાં આ થાવર ખાતે આવેલ ગુતુ સેન્ટરના ઇસમે કેટલુક ખરાબ ગુતુ જમીન ઉપર ફેકી દેતા આ અધિકારીઓએ તેની સામે કેમ કાર્યવાહી ન કરવી તે બાબતે પણ ટકોર કરી હતી.

Download Our B K News Today App



Related News