ડીસાના વેપારીઓ કરી રહ્યા છે કાયદાનો ભંગ ઃ તપાસ જરૂરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-27 11:53:22
  • Views : 1084
  • Modified Date : 2020-04-27 11:53:22

ડીસામાં વેપારીઓ જાણે તંત્રની ડર ના હોય તેમ નજીવા પૈસા કમાવાની લ્હાયમાં દુકાનો ખોલીને બેઠા છે. ક્લેકટરના હુકમ ના હોવા છતાં ડીસાના રેડિમેડના વેપારીઓ પોલીસને પૂછીને પોતાની દુકાનો ચલાવી રહ્યા છે.
ડીસાના વેપારી દ્વારા કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં કોરોના વાયરસ મહામારીને રોકવા માટે બનાસકાંઠા જિલ્લાનું તંત્ર રાત દિવસ તનતોડ મેનત કરી રહ્યુ છે. પરંતુ કેટલાક વેપારીઓ ડીસા શહેરમાં એવા છે કે જેઓને કલેકટરના જાહેરનામાથી કઈં લેવા દેવા જ ના હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે ડીસામાં આવેલ હરી શ્રી રેડિમેડના વેપારી કોઈપણ જાતની ડર ના હોય તેમ પોતાની રેડિમેડની દુકાન ખોલીને બેઠો હતો. તેની દુકાનમાં સવારથી જ ગ્રાહકોની અવરજવર હતી. જ્યારે આ બાબતની જાણ મીડિયાને થતા મીડિયા દ્વારા હરી શ્રી દુકાન પર પહોંચી તેના માલીકને સવાલ કરવામાં આવ્યો કે આજે લોકડાઉન છે છતાં તમે તમારી દુકાન ખોલીને બેઠા છો આ પૂછતાની સાથે હરી શ્રી દુકાનના માલિક ઉશ્કેરાઈ ગયા હતા અને વાજવાની જગ્યાએ ગાજવા લાગ્યા હતા અને હું પોલીસની પરમીશન લઈને મારી દુકાન ખોલીને બેઠો છું તમારે જે કરવું હોય તે કરજો. જોકે એક તરફ જોવા જોઇયે તો રવિવારના રોજ ગુમસ્તા ધારા મુજબ નગરપાલિકાની હદમાં આવતી તમામ દુકાનોને ખોલવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ આ વેપારીને કાયદાનો જાણે કોઈ ડર જ ના હોય તેમ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે સત્ય જે પણ હોય પરંતુ પોલીસે પણ આ દુકાન માલિકની યોગ્ય તપાસ કરવી જોઇયે. જેથી અવારનવાર પોલીસના નામથી જે પણ લોકો દુકાનો ચલાવે છે તે બંધ થાય અને પોલીસ તંત્ર બદનામ થતું અટકે.

Download Our B K News Today App



Related News