ધાનેરાના કોટડા ગામે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 10:46:20
  • Views : 480
  • Modified Date : 2019-07-13 10:46:20

ધાનેરાના કોટડા ગામે સરકારી દવાને ખાડામાં દાટી દેવામાં આવેલ બહાર કાઢીને ગ્રામજનો દ્વારા આરોગ્ય અધિકારીને રજૂઆત કરતાં શુક્રવારે સવારથીજ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને દવાનો જથ્થો તમામ કબ્જે લેવામાં આવ્યો હતો. તેમજ ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગ્રામજનોએ
પણ આવા લોકો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ધાનેરાના કોટડા ગામે એક ખાડામાં કોઇકે બાળક દાટ્યુ હોવાના સમાચારથી ગુરૂવારે મોડી સાંજે ગ્રામજનો દૂધ ભરાવીને ભેગા થયા હતા અને તે ખાડાની તપાસ કરવા ગયેલ અને ખોદકામ કરતાં બાળક તો ના મળ્યુ પણ સરકારી દવાનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવેલ. જેથી ગ્રામજનોએ આ બાબતે મીડિયાને જાણ કરતાં ત્યાં જાઇ તપાસ કરતાં તમામ દવાનો જથ્થો એક્ષપાયર થયા વગરનો હોવાથી અંગેના સમાચાર અખબારોમાં આવતા સવારે આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તેમજ સ્થળ ઉપર પહોંચીને તે દવાનો જથ્થો પણ પંચોની હાજરીમાં કબ્જે લેવામાં આવ્યો હતો. તેમજ આ ગામ કુવારલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતુ હોવાથી તેના મેડીકલ ઓફિસર તેમજ ચારડા સબ સેન્ટરના ફિમેલ હેલ્થ વર્કરને બોલાવવામાં આવેલ અને તે બાબતે તપાસ હાથ ધરવામાં
આવેલ. તેમજ ગ્રામજનોને બોલાવીને તેમના નિવેદનો અને ગામના સરપંચોના નિવેદનો પણ ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી ડા.પી.એમ.ચૌધરી તથા તેમની ટીમ દ્વારા લેવામાં આવ્યા હતા. તેમજ આ દવા કોણે અને કેમ દાટવામાં આવેલ તેમજ કયા સબ સેન્ટરની દવા છે તે બાબતે ફાર્માસિસ્ટ દ્વારા બેચ નંબર તપાસીને આગળની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનુ પણ તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતું.

Download Our B K News Today App



Related News