ધાનેરામાં લાયબ્રેરીની જમીન શ્રીસરકાર કરવા છતાં તંત્રની ઉદાસિનતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-29 11:32:17
  • Views : 527
  • Modified Date : 2020-06-29 11:32:17

ધાનેરામાં લીમડા ચોક પાસે આવેલ લાયબ્રેરીની જમીન સરકાર દ્વારા ૧૯૫૬માં ધાનેરાના બંધુ સમાજ સાર્વજનિક પુસ્તકાલય એટલે કે લાયબ્રેરીના હેતુ જમીનની ફાળવણી કરવામાં આવીહતી. પરંતુ તે જમીનનો વાણીજ્ય હેતુ માટે ઉપયોગ થતો હોવાથી જિલ્લા કલેકટરે ૨૦૧૪ માં આ જમીન બાંધકામ સહિત વિના વળતરે શરતભંગ બદલ શ્રી સરકાર દાખલ કરવા હુકમ કરતાં મામલો નામદાર
હાઇકોર્ટમાં જતા ત્યાં પણ વિવાદીએ પુરી માહિતી પુરી ના પાડતા અરજી ખારીજ કરી હતી. જેથી ૬ જાન્યુઆરી-૨૦૨૦ એ તમામ દુકાનો ખાલી કરાવવા માટે નોટીસ આપેલ
પરંતુ આ દુકાનો ખાલી કરાવવામાં તંત્રની ઉદાસિનતા સામે સવાલ ઉઠી રહ્યા છે.
ધાનેરામાં જૈન સમાજ દ્વારા ધાનેરામાં અનેક જગ્યાએ સરકાર પાસેથી જમીન મહેસુલ માફીથી જમીનો અલગ અલગ હેતુ માટે મેળવેલ છે. અને તેમાંની આ એક જમીન જે લાયબ્રેરી બનાવવા માટે સરકાર પાસેથી મેળવી હતી. હાલના લીમડા ચોક પાસે આવેલ ધાનેરા બંધુ સમાજ સાર્વજનિક
પુસ્તકાલય દ્વારા ધાનેરામાં
પુસ્તકાલય બનાવવા માટે સરકાર પાસે જમીનની માંગણી કરતાં સરકારે સીટ નં-૩૫, સીટી સર્વે નં-૨૪૧૮ ની ૧૦૩૩.૦૧ ચો.મી. જમીન મહેસુલ માફીથી તા.૦૩/૦૪/૧૯૫૬ માં લાયબ્રેરીના હેતુ માટે ફાળવવામાં આવી હતી. પરંતુ આ ટ્રસ્ટ દ્વારા આ જમીન ઉપર લાયબ્રેરીની આગળ દુકાનો બનાવી દેવામાં આવેલ અને તે દુકાનો ભાડે આપેલ હતી અને જે દુકાનો બનાવવા માટે કોઈ મંજુરી લેવામાં આવેલ ન હોવાથી તેમજ જે સરતોને આધિન આ જમીન આપેલ હતી તે જમીનની સરતોનો ભંગ થતો હોવાથી આ જમીન શ્રી સરકાર કરવા માટે ૨૦૦૧ માં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને તે કાર્યવાહી વિલંબમાં પડતા ફરીથી આ કાર્યવાહીને ૨૦૧૧ માં વેગ આપવામાં આવેલ અને તા.૧૩/૦૨/૨૦૧૪ ના રોજ જિલ્લા કલેકટર જે.જી.
હિંગરાજીયાએ તમામ કાગળો અને જવાબો તપાસતા આ જમીન શ્રી સરકાર કરવા માટે હુકમ કરવામાં આવતા ધાનેરા બંધુ સમાજ સાર્વજનિક
પુસ્તકાલયના ટ્રસ્ટીઓ દ્વારા આ હુકમ સામે નામદાર હાઇકોર્ટમાં સ્પે.સિવીલ એપ્લીકેશન
નં-૮૮૯૫/૨૦૧૮ થી અપીલ દાખલ કરવામાં આવેલ અને આ અપીલમાં નામદાર કોર્ટે દ્વારા ઓરલ ઓર્ડર કરવામાં આવેલ અને હુકમના પેરા
નં-૧૦ મુજબની વિગતો પુરી
પાડવા જણાવવામાં આવેલ
પરંતુ તે બાબતે પણ કોઇ જરૂરી વિગતો પુરી ન પાડતા તે કેશ ચાલી ગયેલ અને ત્યાર પછી ફરીથી હાઇકોર્ટમાં  ધાનેરા બંધુ સમાજ સાર્વજનિક
પુસ્તકાલયના વકિલ દ્વારા એલ.પી.એ ૨૪૦/૨૦૧૯ થી દાખલ કરેલ અને નામદાર હાઇકોર્ટ દ્વારા એલ.પી.એ-૨૪૦/૨૦૧૯ ના કામે તા.૦૪/૧૦/૨૦૧૯ ના રોજ ચાલી જતાં તે ખારીજ કરેલ  જેથી સરકાર દ્વારા આ જમીન ખાલી કરાવી શ્રી સરકાર દાખલ કરવા માટેની કવાયત હાથ ધરતાં ધાનેરા સીટી સર્વેની કચેરીને આ જમીન ઉપરનો કબ્જો ખાલી કરાવી  શ્રીસરકારનો કબ્જો લેવા હુકમ કરતાં ધાનેરાની સીટી સર્વેની કચેરીના અધિકારી દ્વારા પત્ર નં- સીટીએસ / હાઇકોર્ટ મેટર/મે.સ.ધાનેરા/
વસી-૩૮૦/૨૦૧૯
તા. ૦૬/૦૧/૨૦૨૦ ના
પત્રથી ધાનેરા બંધુ સમાજ સાર્વજનિક પુસ્તકાલયની તમામ દુકાનમાં બેઠેલા લોકોને નોટીસ આપવામાં આવી હતી અને આ નોટીસને એકાદ મહિનો થવાથી આ દુકાનો
ઉપર કબ્જો મેળવવા પણ સીટી સર્વેની કચેરી દ્વારા તજવિજ હાથ ધરવામાં આવી છે. પરંતુ ત્યાર પછી આ સીટી સર્વે દ્વારા કોઇ પણ કાર્યવાહી ન કરવામાં આવતા તંત્ર સામે લોકો માછલા ધઇ રહ્યા છે કે સરકાર દ્વારા દુકમ કરવા છતાં આ દુકાનોનો કબ્જો કેમ તંત્ર દ્વારા લેવામાં આવતો નથી.

Download Our B K News Today App



Related News