થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની વકરેલા ડેન્ગ્યુને લઈને થરાદ તાલુકા આરોગ્ય તંત્ર ઉપર લાલ આંખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-01 11:34:37
  • Views : 1029
  • Modified Date : 2019-11-01 11:34:37

થરાદ તાલુકામાં ડેન્ગ્યુ એટલો બધો ફેલાયો છે કે દવાખાના ભરેલા જાવા મળે છે. જેમાં ડેન્ગ્યુના ત્રણ તબક્કા હોય છે. પરંતુ ખાનગી હોÂસ્પટલોવાળા પ્રથમ તબક્કાના રિપોર્ટથી જ દર્દીને બીવડાવવાની અને પૈસાની ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. જ્યારે થરાદ તાલુકાની પ્રજાને એક ડેન્ગ્યુનો વાયરલ આઠથી  દસ હજારે પડે છે. જેને લઈને સરકાર દ્વારા આરોગ્ય વિભાગ થરાદમાં કોઈ વ્યવસ્થા નથી કરી. તે માટે ખાનગી હોÂસ્પટલોમાં જવુ પડે છે. જ્યારે થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને લોકોએ રજૂઆત કરતાં તેમણે તાત્કાલિક પગલુ ભર્યુ હતું. જેમાં પોતે પાલનપુર ડી.એચ.ઓ. અને થરાદ આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં છેલ્લા ૧૫ દિવસથી થરાદ શહેરઅને તાલુકામાં ડેન્ગ્યુ જેવા ભંયકર જાનલેવા ભરડો લીધેલો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તાત્કાલિક ડેન્ગ્યુના મચ્છરના નાશ માટે દવાઓનો છંટકાવ, સરકારી દવાખાનામાં પુરતી દવાઓ, ઉપલબ્ધ કરવી તેમજ ધરાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે હું ટૂંક સમયમાં ખાનગી હોÂસ્પટલોના ડાpકટરો અને સરકારી ડાpકટરો સાથે મિટીંગ કરી આ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણા કરીશ તેમજ નગરપાલિકાના પ્રમુખ ઉપર પણ આ વાત ધ્યાને લેવડાવી હતી.

Download Our B K News Today App



Related News