સ્માર્ટ સિટી અંતર્ગત ભૂંગળા નાંખ્યા પછી તંત્રે વળીને જાેયું જ નથી સેકટર ૨૪ના રસ્તાથી રહીશો ત્રાહિમામ તંત્રને અલ્ટીમેટમ આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 12:02:41
  • Views : 301
  • Modified Date : 2020-12-17 12:02:41

ગાંધીનગરમાં સ્માર્ટ સીટી અંતર્ગત સ્ટોર્મ વોટરલાઇનની કામગીરી કરવામાં આવી છે. દરેક સેક્ટરમાં ભૂંગળા નાખ્યા પછી તંત્ર દ્વારા રોડ રસ્તા ના બનાવતા પ્રજાજનો હવે હેરાન પરેશાન થઇ ચૂકયા છે ત્યારે સેકટર-૨૪માં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત ભુંગળા નાખ્યા પછી તંત્રએ જાણે પાછળ વળીને જાેયું જ ન હોય તેમ દે ઠોક ખોદીને જતા રહ્યા છે. આ સમસ્યા અંતર્ગત સેક્ટર૨૪ના કોર્પોરેટર અને સ્થાનિક નગરજનો
પાટનગર યોજના ભવને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
સ્માર્ટ સિટી અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે નાગરિકોની મૂળભૂત જરૂરિયાત રોડ રસ્તાની છે તે અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના પેટનું
પાણી હલતું નથી અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સેક્ટર૨૪ ખાતેના માં રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું નથી તેમજ મહાનગરપાલિકા દ્વારા
પાટનગર વિભાગને આ રસ્તા બનાવવા માટે ગ્રાન્ટ ફાળવી નાખી હોવા છતાં પણ કામ શરૂ કરવા માટે આટલો વિલબ કરવાનું કારણ શું છે ? કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે આ બહેરી સરકારના કાનમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તાનું કામ સત્વરે શરૂ કરવામાં આવતું નથી જેના કારણે નાગરિકોને સાથે રાખી જાે એક મહિનાની અંદર કામ કરવામાં નહી આવે તો
પાટનગર યોજના વિભાગનો ઘેરાવો કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. છેલ્લા ઘણા સમયથી આ મગરની
પીઠ સમાન રસ્તા ઉપર ચાલી
પોતાના જીવને જાેખમ પણ આપી રહ્યા છે.

Download Our B K News Today App



Related News