દાંતા વશી માર્ગ ઉપર સરકારી જમીન હડપ કરવાનો કારસો ઃ તંત્ર લોકડાઉન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-08 11:11:19
  • Views : 452
  • Modified Date : 2020-06-08 11:11:19

દાંતા નજીક વશી માર્ગ
ઉપર દીવડી ગામની સીમ અને જાહેર માર્ગને અડીને રખાવેલ સરકારી જમીન હડપ કરવાનો કારસો છેલ્લાં ઘણા સમયથી ચાલી રહ્યો છે. જયાં વૃક્ષોની ઝાડની આડસ પાછળ રખાવેલ સરકારી સર્વે નંબરની મહામુલી જમીન જે.સી.બી. દ્વારા સમતળ કર્યા બાદ હવે જંગલના વૃક્ષઓમાં પણ આગ ચંપી કરી નેસ્તનાબૂદ કરવાની પ્રવૃત્તિને લઈ પ્રજામાં ભારે રોષની લાગણી જન્મી ઉઠી છે. એટલું જ નહીં કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
દાંતા તાલુકામાં સરકારી જમીન ઉપર કોઈજ જાતનું રખોપું જ નથી. વહીવટી અધિકારીઓને સરકારી જમીનના રક્ષણ અંગે  કરવામાં આવતી લાપરવાહી અને આંખ મીચામણાને કારણે સરકારી મહામુલી જમીનો આજે ભૂમાફિયાના અજગરી ભરડામાં આવી જવા પામી છે. એટલુંજ નહી કેટલાક ભ્રષ્ટ સરકારી કર્મચારીઓની મિલી ભગતને કારણે કેટલીક મહામુલી જમીનો આજે પણ દબાણદારીના કબજામાંથી મુક્ત થઈ શકી નથી તો કેટલીક સરકારી જમીનો તો કાયદાનો સગવડીયો ઉપયોગ અને સરકારી જમીન હડપ કરવાની મોસ ઓપરેન્ડી દાંતા તાલુકામાં મોટા ભાગની મહામુલી જમીન ઉપર આક્રમણ થઈ રહ્યાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. જયાં સરકાર જમીન ઉપર પ્રથમ ઉકરડા, ત્યાર પછી સમયાંતરે વાડા બંધ અને ત્યાર બાદ તબેલા ઉભા કરી આ જમીનો ખેતરમાં તબદીલ થઈ રહી છે . જોકે આ તમામ ગતિવિધિમાં સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટીની ભૂમિકા અંગે ઘણી શંકા સેવાઈ રહી છે.
પત્રમ પૂષ્પમને કારણે સરકારી દફતરે નિયમબદ્ધ પણ થઈ, જે.સી.બી. જેવા તોતિંગ મશીનો દ્વારા ડુંગરનું નિકંદન કાઢી દીધું   છે. આવી જ એક ચોંકાવનારી બાબત દાંતા નજીક આવેલ વશી ગામે આવેલ સરકારી જમીનમાં વૃક્ષોનું
નિકંદન કાઢી દીધુ છે. લોક ડાઉનની પરિસ્થિતિમાં આ સરકારી માર્ગને અડીને આવેલ સરકારી જમીનનું કોઈ રણી ધણી ન હોય તેમ રાતોરાત
 વશી ગ્રામ પંચાયતના સેજામાં આવેલા દીવડી ઉભેલ ઘટાટોપ વૃક્ષઓને પણ આગ
ચંપી કરી તેનું પણ  નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. જોકે આ માર્ગ ઉપરથી આવેલ સર્વે નં. ૩૭ જયાં મોટા ભાગે ડુંગર, ઘટાદાર લીલા વૃક્ષોથી હર્યું ભર્યું હતું.  છાસવારે  સરકારી અમલદારો સહિત ગ્રામ
પંચાયતના તલાટી પણ  આવનજાવન કરતા હોવા છતાં પણ આંખમીચામણા કરી રહ્યા છે તે બાબતે પણ પ્રજામાં અનેક શંકા કુ શંકાઓ પ્રવર્તવા પામી છે.
 દાંતા તાલુકા મથકે એક તરફ સરકાર ઈમારતો ઉભી કરવા તંત્ર પાસે છતી જમીને ખોટ વર્તાઈ રહી છે. તેની
પાછળ વહીવટી અધિકારીઓની જ બેદરકારી કે પછી મીલીભગત હોવાના આક્ષેપો પ્રજામાં ઉડયા છે. કારણ કે તાલુકા મથક દાંતામાં સાર્વજનિક ઉપયોગમાં આવે તેવી હાઈવે ટચ સરકારી સર્વે નં. ૨૧ પૈકીની વિશાળ જમીન આજે પણ વહીવટી તંત્ર દબાણદારની ચુંગાલમાંથી મુકત કરાવી શકાયું નથી. આ અંગે મુખ્યમંત્રી સહિત વડાપ્રધાન અને તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પણ સંબંધિત અધિકારીઓ અને મંત્રીઓ સુધી રજૂઆત કરવામાં આવી હતી.
એટલું જ નહીં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઘણા ગામના આગેવાનો દ્વારા પ્રજા હિતમાં કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ
પરિણામ શૂન્ય  છે.

Download Our B K News Today App



Related News