અમીરગઢના બાલુન્દ્રા ગામે ડેન્ગ્યુ તંત્ર દોડતું થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 11:17:59
  • Views : 456
  • Modified Date : 2019-08-26 11:17:59

અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે રહેતા હસીનાબેન મુસ્તાકભાઈ સુમરા (ઉમર ૧૭) ગંભીર બીમાર થતાં પાલનપુર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં રિકવરી ન મળતા અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં રિપોર્ટ કરાવતાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે ડેન્ગ્યુનો
પોઝિટિવ કેસ નોંધાતા તેની જાણ અમીરગઢ આરોગ્ય તંત્રને થતાં અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર આરોગ્યની ટીમ લઇને બાલુન્દ્રા ગામે પહોંચી ફોગિંગ મશીન દ્વારા ઘરે ઘરે જઈ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ગઇ કાલે આરોગ્યની અલગ અલગ ૭ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતુ. અને ઘરે  ઘરે ફરી બીમાર દર્દીઓની
તપાસ કરી દવા આપવામાં આવી હતી.
વરસાદના વિરામ બાદ મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળ્યો છ. ત્યારે  ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર રજા પર જતા સુરેલા ડોકટરને ચાર્જ આપવામાં આવેલ. જે એક દિવસ ઇકબાલગઢ પી.એચ.સી. અને એક દિવસ સુરેલા પી.એસ.સી. પોતાની  ફરજ બજાવે છે. ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે દિવસે ડોક્ટર હાજર ન હોય તે દિવસે ફાર્માસિસ્ટ દ્વારા દર્દીઓને કોઈ જાતની તપાસ કર્યા વગર માત્ર દવા આપવામાં આવે છે. સરકાર દ્વારા કરોડો રૂપિયા પ્રજાના આરોગ્ય પાછળ ખર્ચવામાં આવે છે. જ્યારે અતિ પછાત ગણાતો અમીરગઢ તાલુકા આરોગ્યની પૂરતી સુવિધાઓથી વંચિત જોવા મળી રહી છે. જેના લીધે અવારનવાર અમીરગઢ તાલુકાની પ્રજા ગંભીર બીમારીમાં  સપડાયેલી જોવા મળે છે .
અમીરગઢ તાલુકાના આરોગ્ય તંત્ર દ્વારા જો સમયસર પુરતી સેવા આપવામાં આવે તો અમીરગઢ તાલુકાની ભોળી પ્રજા ગંભીર બીમારીથી  બચી શકે તેમ છે

Download Our B K News Today App



Related News