લોકોની જાગૃતતામાં કમી ઃ તંત્ર આકરા પગલાં લેવા મજબુર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-31 11:44:30
  • Views : 497
  • Modified Date : 2020-03-31 11:44:30

કોરોના વાયરસ સામેની જગંમાં ક્યાંકને ક્યાંક લોકો દ્વારા જાગૃતતા ઓછી લાગી રહી છે. વિવિધ તંત્રો અને સરકાર દ્વારા ઘણા પ્રયાસો અને વિનંતી કરવા છતાં લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળતા હવે ગાંધીનગર મનપા દ્વારા નિયમોમાં ફેરફાર કરી આકરા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. જેથી કોરોના વાયરસની ચેઈનને અટકાવી શકાય. સાંજે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ
કોન્ફરન્સમાં ગાંધીનગરના મેયર, કમિશ્નર અને જિલ્લા
પોલીસ વડા દ્વારા પત્રકારોને આ સંબિધિત માહિતી આપતા જણાવ્યું હતું. દરેક વિભાગો અને તંત્રોની આટલી મહેનત અને વિનંતી કરતા પણ લોકોમાં કોરોના વાયરસ અંગે ગંભીર ન થતા અમારે હવે થોડા આકરા
 પગલાં લેવા માટે મજબુર થવુ પડશે. વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં દરેક દુધના કેન્દ્રો ફક્ત સવારે
૫ વાગ્યાથી સવારેના ૮ વાગ્યા સુધી જ વિતરણ કરી શકાશે તથા દરેક શાર્કમાર્કેટમાં રીટેલ
કાઉન્ટર બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત દરેક મોલ અને કરિયાણાની દુકાનો સદંતર બંધ રાખવામાં આવશે  આ દરમિયાન મોલ અને કરિયાણાની દુકાનો દ્વારા
જરૂરીયાતની ચીજોની હોમ ડીલીવરી કરવામાં આવશે.
આ તમામ નિયમોનું જો દુકાનદારો દ્વારા પાલન કરવામાં નહી આવે તો કાયદાની જોગવાઈ મુજબ કાયદેસરનો ગુનો નોંધી દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા પણ ખાસ કિસ્સાઓને બાદ કરી રોડ પર લટાર મારવા નીકળતા અને ખોટા ખોટા બહના બતાવતા લોકોની સામે કડક કાર્યવાહી
પણ કવામાં આવશે. આ દરમિયાન નગરજનોને કોઈ મુશ્કેલી પડે તો તે મનપાના હેલ્પ લાઈન નંબર ૦૭૯૨૩૨૨૨૭૪૨, ૮૧૪૧૮૦૦૭૫૧ પર સંપર્ક કરી શકશે.
તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે લોકો આ મુદ્દે જાગૃત બને અને બને તેટલુ પોતાના ઘરમાં  જ રહે અને તંત્રને મદદ કરે સેવાકિય કામોમાં પણ જરૂર જણાય તેવા કિસ્સામાં બહાર નીકળવાનું રાખે અને પોલીસ તથા આરોગ્ય તંત્રને યોગ્ય સહકાર આપે.

Download Our B K News Today App



Related News