ડીસા શહેરમાં કેટલાક દિવસથી સતત સંક્રમણ વધતાં બેકાબુ બનેલા કોરોનાને લઈને તંત્ર એક્શન મોડમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 10:59:33
  • Views : 902
  • Modified Date : 2020-07-09 10:59:33

        બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો છે. જિલ્લા મથક પાલનપુર અને વેપારી મથક ડીસામાં દરરોજ કોરોના પોઝિટિવ કેસ આવતા હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. બુધવારે જિલ્લા કલેકટરે ઉચ્ચ અધિકારીઓ સાથે કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લઇ શું તકેદારી રાખવામાં આવી રહી છે તેને લઈને જાત નિરીક્ષણ કર્યું હતું.
                બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો છે. બેકાબૂ બનતા કોરોનાને લઈને તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેકટરે બુધવારે ઉચ્ચ અધિકારીઓ સાથે ડીસા તેમજ પાલનપુરના કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારની મુલાકાત લઇ તે વિસ્તારની કયા પ્રકારની Âસ્થતિ છે, તેને લઈને જાત નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે વાતચીત કરી કોરોનાને અટકાવવા માટે વધું શું તકેદારી રાખી શકાય તે માટે ચર્ચા કરી હતી. જિલ્લા કલેકટરની મુલાકાતના પગલે શહેરમાં ટોળા એકત્ર ન થાય તે માટે તંત્ર કામે લાગ્યું હતું. જિલ્લા કલેકટર સંદીપ સાંગલે લોકોને અપીલ કરી હતી કે, કોરોના વાયરસનું સંક્રમણ અત્યારે લોકલ ટ્રાન્સમિશનના કારણે થઈ રહ્યુ છે. જેથી લોકોએ તકેદારી રાખવી જોઈએ. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઇએ અને કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં આવતા લોકોએ અન્ય લોકોના સંપર્કમાં આવતા ટાળવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસામાં શાકભાજીના રેકડીવાળા સહિત વાહનચાલકો દ્વારા સરકારની ગાઈડલાઈનનું પાલન થતું ન હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

ડીસામાં કોરોનાના કેસ વધતા વેપારી એસો.એ વેપારનો સમય ઘટાડ્યો
  ડીસા શહેરમાં કોરોનાના વધી રહેલા પોઝિટિવ કેસને લઇને વેપારીઓ ગંભીર બન્યા છે અને પોતાના દુકાનના વેપારના સમયમાં ઘટાડો કર્યો છે. જેમાં ડીસા સુવર્ણકાર ચોકસી એસોસિએશને તારીખ આજથી ૧૫ જુલાઈ  સુધી સોનીના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખશે. જ્યારે ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશન સાથે સંકળાયેલી દુકાનો સમય સવારે સાતથી બપોરે બે સુધી ખુલ્લી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પાલનપુરના સુધાબેન પંડ્યાએ કોરોનાને મ્હાત આપી
પાલનપુરના જાણીતા તબીબ ઉમાકાન્ત પંડ્યાના ધર્મપત્ની સુધાબેને ૭૯ વર્ષની ઉંમરે, ડાયાબીટીસ, બીપી, ઓબેસેટી, સંકુચિત ફેફ્સા જેવા ફેક્ટર્સ છતાં કોરોનાની બીમારીને મ્હાત આપી બુધવારે હોÂસ્પટલથી ઘરે આવી
પહોંચતા તેમનું પરિવારજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

કલેકટરની ડીસા મુલાકાત બાદ જિલ્લામાં વધુ ૧૫ કેસ
૧. કલાબેન કિશોરભાઈ ઠક્કર - ડીસા
૨. શાંતાબેન નટવરલાલ ઠક્કર - ધાનેરા
૩. મહેશભાઈ સવજીભાઈ માળી - વાવ
૪. વાલજીભાઈ નાગરભાઈ પટેલ - પાલનપુર
૫. અલ્કેશકુમાર સી. સોની - પાલનપુર
૬. રૂપાબેન આતિફઅલી થરાદરા - પાલનપુર
૭. દિપ્તીબેન દીપલભાઈ પ્રજાપતિ - પાલનપુર
૮. નીતાબેન રાજેન્દ્રકુમાર પ્રજાપતિ - પાલનપુર
૯. ઉર્મિલાબેન પરસોત્તમભાઈ સોની - પાલનપુર
૧૦. જીગ્નેશ ભાઈ પરષોત્તમભાઇ સોની - પાલનપુર
૧૧. ભારતીબેન જીગ્નેશભાઈ સોની - પાલનપુર
૧૨. કેયા જીગ્નેશભાઈ સોની - પાલનપુર
૧૩. દર્શીલ જીગ્નેશભાઈ સોની - પાલનપુર
૧૪. લક્ષ્મણભાઈ કરસનજી પરમાર -  પાલનપુર
૧૫. મનુભાઈ હીરાભાઈ પ્રજાપતિ - પાલનપુર

Download Our B K News Today App



Related News