મુડેઠા ગામે પાણીની ટાંકીની આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-19 11:07:02
  • Views : 422
  • Modified Date : 2019-06-19 11:07:02

ડીસા તાલુકાના મુડેઠા ગામે ગોગાપુરા ગ્રામ પંચાયતની 
પાણીની ટાંકીની આજુબાજુમાં બાવળોની ઝાડીથી ગંદકીના કારણે આજુબાજુ રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સાથે સાથે આ વિસ્તારના લોકો એ પાણી પીવે છે જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે.
જો ગ્રામ પંચાયત દ્વારા બાવળોનું કટીંગ અથવા આજુ બાજુમાં ગંદકીનો નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળે દહેશત વર્તાઈ રહી છે. એક તરફ ચોમાસાએ દસ્તક
આપી દીધી છે.  ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.  પરંતુ ડીસા તાલુકાના મુડેઠા ગોગાપુરા ગ્રામ
પંચાયતની કામગીરી સામે તંત્રએ આંખ આડા કાન કરી દીધા છે.
આ વિસ્તારના લોકોની સમસ્યાનો નિકાલ કરવામાં નહીં તો રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. જો રોગચાળો ફાટી નીકળ્યો તો જવાબદાર કોણ  ? તંત્ર દ્વારા આ મામલે ગંભીરતા દાખવી  આનો નિકાલ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News