નસરતપુરામાં પાણી પુરવઠા વિભાગની પાણીની ઓવરહેડ ટાંકી જર્જરીત થતા અકસ્માતની ભીતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-25 12:10:26
  • Views : 338
  • Modified Date : 2020-10-25 12:10:26

કાંકરેજ તાલુકાના
થરા-ભાભર રોડ ઉપર આવેલ નસરતપુરા ગામે સાંતલપુર જુથ પાણી પૂરવઠા યોજના હેઠળ બનાવેલ વોટર વર્કસમાં ઓવરહેડ ટાંકી દ્વારા જુદા જુદા ગામોને પીવાનું પાણી પહોચાડવામાં આવે છે. તે યોજના અંતર્ગત આજુબાજુના ગામોમાં પાણી
પહોચાડવા માટે રાણકપુર
સંપથી પાણી આવે છે. એક
સંપ નસરતપુરામાં બનાવેલ છે. જે સંપનુ પાણી નિચે મોટી ભુગર્ભ ટાંકી બનાવેલ છે તેમાં જાય છે. જે ટાંકીની બાજુમાં એક ઓવરહેડ ટાંકી બનાવેલ છે. ટાંકીની ક્ષમતા વધારે હોવાથી તેનુ પાણી તેરવાડા,
નસરતપુરા, આનંદપુરા, કાશીપુરા, ફતેપુરા વગેરે ગામોમાં પુરુ પાડવામાં આવે છે. લગભગ ૨૦ વર્ષ પહેલાં બનાવેલુ છે. ઘણા સમયથી આ ટાંકાની અંદર તિરાડો પડી ગઈ છે. ઓવરહેડ ટાંકી જર્જરીત થતાં તેમાંથી પાણીની ધાર નીચે થઇ રહી છે અને જર્જરીત થવાના કારણે તેના પોપડા ઉખડી નીચે પડી રહ્યા છે. પરંતુ એની જે ક્ષમતા છે, ધીરેધીરે ક્ષીણ થતી જાય છે. જેના કારણે ટાંકાની ક્ષમતા ધટાડો થવાથી ગમે ત્યારે એ તુટી જવાનો ભય સતાવી રહ્યો છે. ગામલોકોએ આ બાબતે પાણી પુરવઠા વિભાગના જવાબદારોને રજૂઆત કરી છે છતાં કોઈ
પગલાં લેવામાં આવતા નથી. ટાંકીની આજુબાજુ રહેણાંક વિસ્તાર હોઈ લોકો ત્યાં રહે છે. ગમે ત્યારે પડી શકે છે. એની બાજુમાં રસ્તો હોઇ રાહદારીઓ અને વાહનચાલકોને પણ ભય સતાવી રહ્યો છે. જો કોઇ મોટી દુર્ઘટના બનતા પહેલા તંત્ર દ્વારા તેની તપાસ કરી એન્જીનિયર દ્વારા એની ગુણવતાં કેવી છે એ તપાસીને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News