દાંતામાં દબાણના મુદ્દે રહસ્યના તણાવાણા સર્જાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 12:11:09
  • Views : 423
  • Modified Date : 2020-01-06 12:11:09

તાલુકા મથક દાંતામાં હાથ ધરાયેલ દબાણ ઝુંબેશને લઇ પ્રજા અને વેપારી આલમમાં અનેક આશંકાઓ અને રોષ તેમજ અસંતોષની લાગણી જન્મી ઉઠી છે. એટલું જ નહીં ગ્રામ પંચાયતની નીતિ રીતિ અંગે પણ  અનેક રહસ્યના તણાવાણા  સર્જવા પામ્યા છે.
દાંતા તાલુકા મથકે  ઘર કરી ગયેલા દબાણોનો પ્રશ્ન અતિ
પેચીદો બનવા પામ્યો છે. જેની સામે દાંતાની ગ્રામ પંચાયત નિષ્ફળ પુરવાર થઇ રહી હોવાની ફરિયાદો ગ્રામજનોમાં ઉઠવા પામી છે. એટલું જ નહીં માથાભારે અને વગદાર દબાણદારો સામે ગ્રામ
પંચાયતના સત્તાધીશોની નીતિરીતિ સામે પણ પ્રજા માનસમાં અનેક આશંકાઓના વમળો સર્જાયા છે. જેના ઉદાહરણ સ્વરૂપ શુક્રવારે ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાયેલ દબાણ ઝુંબેશમાં એકજ હરોળમાં આવેલ એકાવન   દબાણો પૈકી માત્રને માત્ર પંદર અને તે પણ અતિ ગરીબ અને વિધવા બહેનો કે જે માંડ  પેટિયું રળતી હતી તેનેજ એક માત્ર નિશાન બનાવી  રોજી રોટીથી વેગળા કરી દેવામાં આવ્યા છે. જેને લઇ ગરીબ
પરિવારો ઉપર તો આફતના વાદળો છવાયા છે. જયારે ગ્રામજનોમાં આ અંગે ભારે રોષ અને અસંતોષની લાગણી જન્મી ઉઠી છે. પ્રજામાં ઉઠેલ ફરિયાદો મુજબ ગામના રાજ માર્ગો  ઠેર-ઠેર દબાણોની ઝપટમાં સાંકડા  બની ગયા છે. શેરીઓ અને ગલીઓ પણ સુરક્ષિત રહી નથી.  ક્યાંક તો આપત્તિના સમયે ઇમજન્સી વાહન પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. ગામમાં ઘરવિહોણા જરૂરત મંદોને  ઘરથાળના પ્લોટ માટે
પણ અત્યારે ધોળા દિવસે દીવો લઇને શોધવા નીકળવા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ પંચાયત દ્વારા અપાયેલા રાહતના પ્લોટ માલિકો દ્વારા પણ  સરકારી માપથી  વધુ સરકારી જમીન ઉપર દબાણ કરી  દેવામાં આવ્યું છે. ગામ માં ગામતળની જમીન પણ સુરક્ષિત રહી નથી. તો બીજી તરફ દાંતાના હાઇવે ટચ કરોડોની સરકારી જમીન માથાભારે દબાણદારની ચુંગાલમાં આજે પણ સપડાયેલી છે. ત્યારે ગ્રામ પંચાયતને  પ્રજા હિતમાં આ બધું જેમ નજરે પડતું નથી કે કાર્યવાહી પણ કરી શકતું નથી તે બાબતે અનેક આશંકાઓ છવાઈ છે. તો બીજી તરફ રોજી રોટી મેળવતા ગરીબ વેપારીઓના દબાણ દૂર કરવા નીકળેલા ગ્રામ પંચાયતના  સરપંચના સસરાનું પણ  એકાવન  દબાણ દારોની યાદી પૈકીનું એક દબાણદાર તરીકે દબાણની લાઈનમાં પણ પ્રથમ હોવાનું  પણ  ભારે ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે  આ બાબતે  ગ્રામ પંચાયતની  કાર્યશેલી  સામે અનેક આશંકાઓ જન્મી છે.

Download Our B K News Today App



Related News