કાણોદરમાં વિદ્યુત બોર્ડના કર્મચારીઓની તાનાશાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-30 12:09:35
  • Views : 487
  • Modified Date : 2019-11-30 12:09:35

પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે  પર આવેલી યુ.જી.વી.સી.એલ. પેટા વિભાગીય કચેરીમાં ઘણાં લાંબા સમયથી ફરજ દરમિયાન કર્મચારીઓ ડેપ્યુટી એન્જીનિયરના નાક નીચે
ગ્રાહકો સાથે પોતાની મનમાની ચલાવી મનફાવે તેમ વીજ પ્રવાહ બંધ કરી દેતા કાણોદરમાં મોટા પાયે વ્યવસાય કરતા ઈલિયાસભાઇ શાહુએ પોતાના મહિલા સ્ટાફ સાથે યુ.જી.વી.સી.એલ.ની આફિસ પર આવી બગડેલા સામાનનો જથ્થો ડેપ્યુટી એન્જીનિયરના ટેબલ પર મુકી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
આમ અનેકવાર ગ્રૃહઉદ્યોગ જેવા ચાલતા વ્યવસાય અને નાના મોટા વેપારીઓ સહિત  ભારે નુકસાન વેઠી રહ્યા છે.  કાણોદરમાં દર ગુરૂવારે લાઇટ કાપ રાખી લાઇનો ચેક કરવામાં આવે તેવો સરકારી હુકમ છે.
પરંતુ આ ઓફિસના મહાશયો પોતાની મરજી મુજબ કામ કરી રહ્યા છે. જેથી સરકારી તિજોરી પર પણ આવકની માઠી અસર જોવા મળી રહી છે. આવા  મહાશયોની શાન ઠેકાણે લાવવા અને પોતાની ફરજનું ભાન ભુલેલા અને ચા કરતા કિટલી ગરમની કહેવતને સાચી સાબિત કરતા લાઇનમેન સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ડેપ્યુટી એન્જીનિયર જે.બી.ત્રિવેદી ટેલિફોનિક વાતચિત દ્વારા  અરજદારની માફી માગી પોતાની ભુલને છુપાવી છટક બારી ગોતવાની કોશિશ કરી રહ્યા છે. તેમજ નિર્દોશ હેલ્પરને મેમો આપી
પોતાની કરેલી ભુલને બીજાના માથે ટોપલો આપી રહ્યા છે. જેથી ખુન કરે ગંગારામ અને સજા ભોગવે અંબારામ જેવી સ્થિતિ કાણોદર ગામની યુ.જી.વી.સી.એલ. પેટા વિભાગીય કચેરી ખાતે જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News