ડીસા માર્કેટયાર્ડ તમાકુની આવકથી ભરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 05:34:50
  • Views : 458
  • Modified Date : 2019-04-21 05:34:50

ડીસા તેમજ આસપાસના વિસ્તારમાં તમાકુનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતા ડીસા માર્કેટયાર્ડમાં દૈનિક ૩૦ હજારથી વધુ બોરીની આવક નોંધાઇ રહી છે. ત્યારે છેલ્લાં પંદર દિવસમાં ડીસા માર્કેટયાર્ડમાં તમાકુની ૨.૫૦ લાખથી વધુ બોરીની આવક નોંધાવા પામી છે.
ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના ચેરમેન માવજીભાઈ દેસાઈની સૂચનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્વારા જાહેર હરાજીથી ખેડૂતોના માલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી ખેડૂતોને પણ અન્ય માર્કેટયાર્ડ કરતા ડીસા ખાતે ઘરઆંગણે પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. જેના લીધે ચાલુ વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં અન્ય
પાકોની સાથે-સાથે તમાકુની આવકમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ડીસા માર્કેટયાર્ડમાં તમાકુની દૈનિક ૩૦ હજારથી વધુ  બોરીની આવક નોંધાઇ રહી છે. જેથી એક મણના
રૂપિયા ૧૨૦૦ થી ૧૫૭૧ નો ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. છેલ્લાં ૧૫ દિવસમાં  ડીસા માર્કેટયાર્ડમાં તમાકુની ૨.૫૦ લાખથી વધુ બોરીની આવક નોંધાવા પામી છે.
આમ અન્ય માર્કેટયાર્ડ કરતા ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોને
પોષણક્ષમ ભાવ મળતા અને ઘર આગણે સુવ્યવસ્થિત બજાર મળતા ખેડૂતોને વાહન ભાડાનો ખર્ચ બચતા આર્થિક ફાયદો થઇ રહ્યો છે તેમ સેક્રેટરી અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું.
આભાર - નિહારીકા રવિયા

Download Our B K News Today App



Related News