પાલનપુરમાં જમીનના વિવાદમાં તલવારો ઉછળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-21 11:21:38
  • Views : 651
  • Modified Date : 2019-09-21 11:21:38

પાલનપુરમાં શુક્રવારે સિમલાગેટ વિસ્તારમાં જમીનના વિવાદને લઇ બે જુથો
આમને-સામને આવી ગયા હતા. અને તલવારો ઉછળતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે મામલો થાળે
પાડ્‌યો હતો.
પાલનપુરમાં શુક્રવારે જર, જમીન અને જોરૂ કજીયાના છોરૂ કહેવત સાચી ઠરી હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના સિમલાગેર વિસ્તારમાં આવેલી જમીનના કબ્જા બાબતે બે જુથો સામસામે આવી ગયા હતા. જ્યાં શાબ્દિક બોલાચાલી બાદ બંને જુથો વચ્ચે તલવારો ઉછળતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. અને સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. દરમિયાન ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી. જેમણે મામલો થાળે પાડ્‌યો હતો.


Download Our B K News Today App



Related News