ડીસામાં અસામાજિક તત્વોનો કપડાંના વેપારી પર તલવાર વડે હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 11:39:14
  • Views : 7161
  • Modified Date : 2020-12-23 11:39:14

ડીસા શહેરમાં સ્વેટરના ભાવ બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા છ જેટલા શખ્સોએ તલવાર અને લોખંડની પાઇપ વડે વેપારી પર હુમલો કર્યો હતો. જેમાં વેપારી સહિત બે લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા
પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી જવા પામ્યો છે. ખાસ કરીને શહેરમાં અસામાજિક તત્વો દ્વારા વારંવાર તીક્ષ્ણ હથિયાર વડે લોકો પર હુમલો કરવામાં આવી રહ્યા છે. નજીવી બાબતમાં તલવાર વડે હુમલો કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે આવા અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ રોજ એક બાદ એક ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે.  પોલીસ આવા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરે તો જ વારંવાર બનતી આવી ઘટનાઓ અટકી શકે તેમ છે. ડીસા શહેરમાં આવેલ બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં ત્રિમૂર્તિ હોજીયરી નામની દુકાન આવેલી છે. જેમાં મંગળવારે પ્રવીણ માળી નામનો એક ગ્રાહક સ્વેટર લેવા માટે આવ્યો હતો. જાેકે વેપારી શિવાભાઈ માળીએ ઓછી કિંમતમાં મોંઘુ સ્વેટર માંગતા ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. તે સમયે ઉશ્કેરાઈ ગયેલ આ ગ્રાહક ત્યાંથી ચાલ્યો ગયો હતો. પરંતુ બાદમાં ગ્રાહક સહિત છ જેટલા અસામાજિક તત્વો ખુલ્લી તલવાર અને પાઇપો લઈને આ દુકાનમાં આવી પહોંચ્યા હતા. તેમજ વેપારી પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વેપારી અને તેના મિત્રને ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના વેપારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત
વેપારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ ઘટનાની જાણ થતા જ ડીસા ઉત્તર પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી. અને તલવાર વડે હુમલો કરનાર લોકોની
તપાસ હાથ ધરી હતી. જેમાં દુકાન માલિક પર જે તત્વો દ્વારા તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં પોલીસે સીસીટીવીના આધારે  હુમલો કરનાર છ લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News