તાલુકામાં ડિપ્થેરીયાના વધુ બે કેસ મળી આવતાં ફફડાટ,આંક 41 એ પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-23 13:16:41
  • Views : 372
  • Modified Date : 2019-10-23 13:16:41

ધાનેરા તાલુકામાં ડિપ્થેરીયાના કેસોને લઇ ગાંધીનગરથી પણ અધિકારીઓ તાલુકાની મુલાકાત લઇને રસીકરણની કામગીરી તેજ કરાવી છે.જેથી 10 દિવસમાં તાલુકામાં 50 ટકા જેટલા બાળકોને આવરી લેવામાં આવ્યા છે.રસીકરણમાં ધાનેરા તાલુકા સહિત ત્રણ તાલુકામાંથી 150 જેટલો વધારાનો સ્ટાફ પણ બોલાવવામાં આવ્યો છે.ત્યારે સોમવારે પણ વધુ બે શંકાસ્પદ ડિપ્થેરીયાના કેસ મળી આવતા આંકડો 41એ પહોચ્યો છે.ધાનેરા તાલુકામા ડિપ્થેરીયાના કારણે જિલ્લાનુ આરોગ્ય તંત્ર ધાનેરા તાલુકામાં રસીકરણ માટે કામે લાગ્યુ છે.હાલમાં ધાનેરા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા 175 ટીમો બનાવવામાં આવી છે.અને તે લોકો ગામડાઓમાં ખેતરે ખેતરે ફરી ફરીને બાળકોને વેક્સીન કરી રહ્યા છે.સોમવારે પણ આ ટીમો દ્વારા 5140 બાળકોને વેકસીન કરવામાં આવ્યા હતા.અત્યાર સુધીમાં તાલુકામાં 26,300 બાળકોને રસી આપવામાં આવી છે. જેથી તાલુકામાં 50 ટકા જેટલા બાળકોને રસીકરણ કરવામાં આવ્યુ છે.અને બાકીના બાળકોને પણ રસીકરણમાં આવરી લેવામાં આવશે બે બાળકોને શંકાસ્પદ ડીપ્થેરીયાના લક્ષણોને પગલે આગળ રીફર કરાયા છે.તેવુ આરોગ્ય વિભાગે જણાવ્યુ હતુ.15 વર્ષ સુધીના બાળકો માટે રસી ફરજિયાત 15 વર્ષ સુધીના તમામ બાળકોને આ ડીપ્થેરીયાની રસી આપવી ફરજીયાત છે.અને દરેક બાળકોના માતા પિતાએ પણ પોતાના બાળકોની સુરક્ષા માટે આ રસી અપાવે અને પોતાના ઘરે આવેલ આરોગ્ય વિભાગના કર્મચારીને સહયોગ આપે તે જરુરી છે.> ડો.પી.એમ.ચૌધરી)તાલુકા આરોગ્ય અધિકારી

Download Our B K News Today App



Related News