હારીજ તાલુકા કુકરાણા ગામ ખાતે તાલુકા કક્ષાનો વનમહોત્સવ ઉજવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 12:35:29
  • Views : 493
  • Modified Date : 2019-08-27 12:35:29

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામ ખાતે વન વિભાગ પાટણ દ્વારા તાલુકા કક્ષાના ૭૦ માં વનમહોત્સવની ઉજવણી રાજયના શ્રમ અને રોજગાર, મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને કરવામાં આવી. જેમાં લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી હતી.
આપણા જીવનમાં વૃક્ષોનું મહત્વ કેટલું છે. વૃક્ષો જન્મથી મૃત્યુ સુધી આપણી સાથે સંકળાયેલા હોય છે. અને વિશ્વ ગ્લોબલ વો‹મગનો સામનો કરી રહ્યું છે જેના કારણે કુદરતી ઋતુચક્રમાં અનિયમિતતા,
પૃથ્વીના તાપમાનમાં ઝડપથી વધારો, અતિવૃષ્ટી જેવા કુદરતી પ્રકોપો વિશ્વમાં જોવા મળી રહ્યા છે. જીવસૃષ્ટીને બચાવવાનો માત્ર અને માત્ર એકજ ઉપાય વૃક્ષારોપણ છે. આવા તાલુકા કક્ષાના ૭૦ માં વનમહોત્સવની ઉજવણી કુકરાણા ગામે કરવામાં આવેલ. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ઋતુના નિયમન માટે વૃક્ષોનો ફાળો મહત્વનો હોય છે.
પર્યાવરણ સંતુલન માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે રાજય સરકાર એક અભિગમ
અપનાવ્યો છે. કહેવત છે છોડમાં રણછોડ જેમાં આપણને ભગવાનના દર્શન થાય છે. તો  ગ્રામજનોને દીકરીના જન્મ પ્રસંગે સાત વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો. જે દીકરીના લગ્ન પ્રસંગે ઘણા જ ઉપયોગી બની રહેશે. વૃક્ષો માનવીના સાચામિત્ર છે. રોગોની સામે રક્ષણ માટે ઘણી જ ઔષધિઓ પણ પુરી પાડે છે. જેથી વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે જણાવ્યું હતું.
પાટણ સાંસદ ભરતસિંહ ડાભી તથા પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બચુજી ઠાકોર, મુકેશભાઇ ઠાકોર, રત્નાભાઇ
પટેલ, મનુભાઇ વકીલ, ભરતસિંહ બાપુ, નાયબ વન સંરક્ષણ અધિકારી જે.જે.
રાજપૂત, એમ.એમ.દેસાઇ, જે.એમ.વાઘેલા, સરપંચ બળવંતસિંહ વાઘેલા, આચાર્ય તેમજ શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News