પાલનપુર તાલુકા કોંગ્રેસનો પૂર્વ મહામંત્રી નકલી ગ્રાહક સુરક્ષા અધિકારીના સ્વાંગમાં તોડ કરતાં ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:30:52
  • Views : 474
  • Modified Date : 2019-04-20 05:30:52

પાલનપુર તાલુકા કોંગ્રેસનો પૂર્વ મહામંત્રી શુક્રવારે શહેરના ગોબરી રોડ વિસ્તારમાં નકલી ગ્રાહક સુરક્ષા અધિકારીના સ્વાંગમાં વેપારીઓ પાસેથી નાણાં ઉઘરાવતો વેપારીઓના હાથે જ ઝડપાઇ ગયો હતો, જેને પોલીસને સોંપવામાં આવ્યો હતો.પાલનપુરમાં ચકચારી બનેલી ઘટનાની વિગતો એવી છે કે, પાલનપુરમાં છેલ્લાં ત્રણ- ચાર દિવસથી ચારથી પાંચ શખ્સોની ટીમ જુદા જુદા વિસ્તારમાં આવેલી કરીયાણાની દુકાનો, પાર્લર તેમજ કોસ્મેટીક ચીજવસ્તુઓની દુકાનોમાં તપાસ કરી વેપારીઓને પાવતીઓ આપી દંડ વસુલતી હતી. આ ટોળકી પૈકીનો તાલુકા કોંગ્રેસમાં અગાઉ મહામંત્રી તરીકેનો હોદ્દો ધરાવતો મુળ પાલનપુર તાલુકાના સદરપુર ગામનો મુકેશ એસ. બારોટ શુક્રવારે શહેરના ગઠામણ દરવાજા નજીક ઇદગાહ રોડ ઉપર આવેલી એક કરીયાણાની દુકાનમાં ગયો હતો અને પોતે સુરક્ષા વિભાગમાંથી આવે છે. તેમ કહી વેપારીને ડરાવી- ધમકાવી નાણાં પડાવવાની કોશિશ કરતાં આ વેપારીએ શંકા ગઇ હતી. આથી તેમણે વેપારી એસોસિએશનના પ્રમુખ સહિતને જાણ કરતાં મોટી સંખ્યામાં વેપારીઓ ત્યાં દોડી ગયા હતા. મુકેશ બારોટ પાસેના આઇકાર્ડ તેમજ પાવતી બુકોની ખરાઇ કરતાં તે ગ્રાહક સુરક્ષા વિભાગનો નકલી અધિકારી હોવાનું જાણવા મળ્યું હતું. અત્યાર સુધીમાં અન્ય વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન વેપારીઓએ આ નકલી અધિકારીને પૂર્વ પોલીસને સોંપ્યો હતો.


 

Download Our B K News Today App



Related News