બનાસકાંઠાના જળાશયો તળિયા ઝાટક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 11:13:46
  • Views : 561
  • Modified Date : 2020-07-01 11:13:46

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ત્રણ જળાશય દાંતીવાડા, સીપુ અને મોકેશ્વર ડેમ છે. આ ત્રણેય ડેમોમાં હાલ પાણી તળિયા ઝાટક થવા જઈ રહ્યુ છે. ત્યારે ખેડૂતો આ વર્ષે સમયસર અને ભરપૂર વરસાદ પડે તેની રાહ જોઈ રહ્યા છે. દાંતીવાડા, સીપુ અને મોકેશ્વર ડેમો ઉપર આધારિત સિંચાઈ યોજનાઓ અને પીવાના પાણીની યોજનાઓ ચાલી રહી છે. ત્યારે ડેમમાં પુરતા પાણીના અભાવે ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. જેથી વેળાસર વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.
ઉત્તર ગુજરાતના ડેમો ઉપર ૧૫ યોજનાઓ કાર્યરત છે. ઉત્તર ગુજરાતના બધા જ ડેમોમાં મળીને સરેરાશ ૨૭.૩૭ ટકા જેટલો પાણીનો જથ્થો હાલમાં ઉપલબ્ધ છે. તેની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં
દાંતીવાડામાં ૧.૬૩ ટકા અને સીપુ ડેમમાં ૩.૨૮ ટકા જ પાણી છે. આમ સરેરાશ ૨.૧૮ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. દાંતીવાડા અને સીપુ ડેમમાં મોટાભાગે દક્ષિણ રાજસ્થાનમાં વધુ વરસાદ થાય તો આ બંને ડેમમાં વરસાદી પાણીની સારી આવક થાય છે. હવે વાતાવરણમાં ઉકળાટ શરૂ થયો છે અને મૌસમ વિભાગે પણ સારા વરસાદની આગાહી કરી છે. ત્યારે ખેડૂતો વરસાદની આશા રાખીને બેઠા છે.

Download Our B K News Today App



Related News