બટાકા પકવતા ખેડૂતો માટે સારા સમાચાર હવે બનાસડેરી બટાકા પકવતા ખેડૂતોને તાલીમ આપશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-01 12:17:08
  • Views : 884
  • Modified Date : 2020-05-01 12:17:08

દૂધના વ્યવસાયની સાથે સાથે ખેડૂતો તેમની પરંપરાગત ખેતીમાંથી પણ વધારાની આવક મેળવી આર્થિક સદ્ધર બને તેવો પ્રયાસ બનાસ ડેરીનો હંમેશા રહ્યો છે. જિલ્લાના ખેડૂતો પાસે બટાકાનું વાવેતર કરાવીને બનાસ ડેરી બટાકાની ખરીદી કરીને તેના પ્રોસેસિંગ દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ બટાકાની વિવિધ વાનગીઓ જેવીકે અમૂલ ફ્રેંચ ફ્રાઈઝ, આલુ ટીક્કી, પોટેટો વેજીસ, હેશ બ્રાઉન, વેજી સ્ટીક, બર્ગરપેટ્ટીનું બજારમાં વેચાણ કરે છે.
બનાસ ડેરીના ચેરમેન  શંકરભાઈ ચૌધરીએ જિલ્લાના ખેડૂતો આગામી બટાકાની સિઝનમાં વધુમાં વધુ બનાસડેરીના બટાકા પ્રોજેક્ટમાં જોડાય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ બટાકાનું વાવેતર કરી તેના પોષણક્ષમ ભાવ મેળવે સાથે-સાથે ગુણવત્તાયુક્ત બટાકા ઉત્પન્ન કરે તે હેતુથી ખેડૂતોને ખેતીવાડીના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવાનું નક્કી કર્યુ છે.
વૈજ્ઞાનિક ઢબે તાલીમ મેળવવા ઇચ્છુક ખેડૂતોએ ગામની દૂધ મંડળી નો સંપર્ક કરી તેમની વિગત બનાસ ડેરીને મોકલવા બનાસડેરીની યાદીમાં જણાવાયું છે. તાલીમની વ્યવસ્થા પણવહેલા તે પહેલાના ધોરણે ખેડૂતના ગામથી નજીકના અંતરે ગોઠવવામાં આવશે.

Download Our B K News Today App



Related News