ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતોને ૩ દિવસ ઓનલાઈન તાલીમ અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-16 12:12:19
  • Views : 678
  • Modified Date : 2020-05-16 12:12:19

હાલમાં કોરોનાને લીધે બનાસકાંઠામાં સંપૂર્ણ લોકડાઉનની પરિસ્થિતી છે. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા દ્વારા 'મશરૂમની ખેતી પધ્ધતિ
પર ત્રિદિવસીય' ઓનલાઈન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજયના જુદા જુદા ૧૭ જિલ્લાઓમાંથી કુલ ૧૧૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો છે.
ટેકનોલોજીના યુગમાં ખેડૂતોને તાલીમ લેવા માટે દેશમાં સૌપ્રથમ વાર ત્રિદિવસીય ઓનલાઈન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે ખેડૂતો ઘરે બેઠા એગ્રીકલ્ચર ક્ષેત્રમાં નવી ટેકનોલોજી, પદ્ધતિ અને સંશોધન વિશે માહિતગાર થાય તે માટે એક નવી પહેલ ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ છે. જેમાં મશરૂમની ખેતી પદ્ધતિ પર ત્રણ દિવસ સુધી ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ ૧૭ જિલ્લાઓમાંથી ૧૧૦ જેટલા ખેડૂતો, ગ્રામીણ યુવાનો અને મહિલા ખેડૂતોએ ઓનલાઈન ગુગલ મીટ એપના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો. આ ઓનલાઈન તાલીમમાં સરદારકૃષિનગર
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.આર.કે.પટેલે ખેડૂતોને મશરૂમમાં રહેલા પોષક તત્વો, આરોગ્ય માટે કેવી રીતે લાભદાયી છે. તેમજ ગુજરાતના જુદા જુદા જિલ્લામાં થતી મશરૂમની ખેતી પધ્ધતિ અને આવનારા ભવિષ્યમાં મશરૂમની ખેતીની તકો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા. તેમજ ટુંકી ટુંકી જમીન વિસ્તારમાં પણ ખેડૂત મશરૂમની ખેતી કરી ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે. જે ગ્રામીણ વિસ્તાર માટે રોજગારની સારી તક છે તેમ સમજાવ્યું હતું. આ સિવાય વૈજ્ઞાનિક અને વર્કશોપના આયોજક ડો.યોગેશ પવાર દ્વારા મશરૂમના વિવિધ પ્રકારો અને તેમાં રહેલ પોષકતત્વો અને આરોગ્ય માટેના ફાયદાઓ વિશે માહિતી પુરી પાડી હતી.

Download Our B K News Today App



Related News