અંબાપુરા હાઇવે પર ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી તળાવમાં ખાબકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-03 12:00:33
  • Views : 691
  • Modified Date : 2020-06-03 12:00:33

રાજયમાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં અંબાપુરા હાઇવે પર ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી અંબાપુરા તળાવમાં ખાબકી હતી.
અમદાવાદથી ગાંધીનગર વચ્ચે આવતા અંબાપુર હાઇવે ઉપર મર્સડીસ ગાડીના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી અંબાપુરા તળાવમાં ખાબકી હતી. જેની જાણ
આસપાસના રહીશોને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે
પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. બનાવના પગલે ગાડીમાં સવાર બંને ભાઈઓનું કમકમાટીભર્યું મોત થયું હતું. જેમાં મૃતકના  કપડાની તલાસી લેતા એક પણ ડોક્યુમેન્ટ ના મળતા લાશની ઓળખ થઈ શકી ન હતી. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ
તપાસ હાથ ધરી હતી. 

Download Our B K News Today App



Related News