લોકડાઉનને લઇ આબુ બંધ ઃ માર્ગો અને નક્કી તળાવ સુમસામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-26 11:24:27
  • Views : 474
  • Modified Date : 2020-04-26 11:24:27

રાજસ્થાન અને ગુજરાતનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટઆબુ છેલ્લાં એક માસ કરતા વધુ સમયથી સંપૂર્ણ બંધ છે અને અહીં પણ લોકડાઉનની અસર જોવા મળી રહી છે. હાલમાં ઉનાળો હોઈ અહી દેશભરમાંથી મોટી સંખ્યામાં પર્યટકો આબુની સહેલગાહે આવતા હોય છે. અહીં મોટી સંખ્યામાં હોટલ ઉદ્યોગ અને ખાણીપીણી ની રેસ્ટોરન્ટ આવેલી છે ૨૪ માર્ચના રોજ પ્રથમ લોકડાઉન શરૂ થયુ તે અગાઉ જ અહીં ત્રણ  દિવસ પહેલાં જ તમામ આબુ બંધ થઇ ગયુ હતુ. આ કારણે અહી આવતા પર્યટકો પણ ઘરે રહેતા, વેકેશનનો માહોલ આબુમાં સુમસામ બની જવા
પામ્યો છે. આજે પણ આબુના તમામ માર્ગો સંપૂર્ણ ખાલી જોવા મળી રહ્યા છે. અહીની તમામ દુકાનો પણ બંધ છે. વધુમાં અહીનું પ્રસિદ્ધ નક્કી તળાવ
પણ પર્યટકો વિના સંપૂર્ણ ખાલી જોવા મળ્યું હતું. અહી આવેલી ૧૦૦ કરતા વધુ બોટ પણ નક્કી કિનારે ઉભેલી જોવા મળી હતી. અહી પર્યટકો ન આવતા હોટલ અને રેસ્ટોરન્ટ વાળા વેપારી
પણ લોકડાઉનને સમર્થન આપી રહ્યા છે. આ કારણે હાલમાં સમગ્ર આબુ સંપૂર્ણ લોકડાઉનમાં દેશ સાથે ચાલી રહ્યુ છે. તમામ જગ્યા પર પોલીસ અને પ્રશાસન દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
એક માસથી બંધ આબુની વાત કરીયે તો માઉન્ટ આબુના ઇતિહાસમાં પ્રથમવાર આબુ આટલા દિવસ બંધ રહ્યુ છે. આ કારણે તમામ લોકો પણ પોતાના ઘરે રહી લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છે. માઉન્ટ આબુ નગર
પાલિકા દ્વારા પણ અહી તમામ વોર્ડમાં ગેમેક્ષીન પાવડર પણ
છાંટવામાં આવે છે. આ સાથે તમામ વિસ્તારોમાં પણ સેનીટાઇઝ  પણ કરવામાં આવે છે. આબુમાં પ્રવેશ કરતા વાહનોને પણ સેનીટાઇઝ કરાય છે. આબુના પ્રાંત અધિકારી અને નગરપાલિકા દ્વારા આખા આબુમાં વહીવટી બાબતોથી લઇ કોરોના વાઇરસના બચાવ માટે સુંદર કામગીરી કરવામાં આવે છે. નગરપાલિકાના વોર્ડ નંબર ૧૮ માં નગરપાલિકાના સભ્ય દ્વારા સફાઈ કર્મચારીઓ સાથે રહી આખા વિસ્તારમાં કોરોના વાઇરસના બચાવ માટે કામગીરી કરવામાં આવી હતી. આબુના લોકો દ્વારા સફાઈ કર્મચારીઓનું ફૂલની માળા પહેરાવી સન્માન કરાયું હતું. આબુનો વોર્ડ નંબર ૧૮ ખુબ પછાત વિસ્તાર છે ત્યારે આબુમાં અહી સવાર અને સાંજે સુંદર કામગીરી નગરપાલિકા દ્વારા થઇ રહી છે. આમ પર્યટકોથી ઉભરાતું આબુ હાલ સુમસામ જોવા મળી રહ્યુ છે અને આ કારણે પર્યટક ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યુ છે.

Download Our B K News Today App



Related News