પારપડા ગામના ખેડૂતોએ પારપડા અને મલાણા ગામનું તળાવ ભરવા બાબતે આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-16 12:07:57
  • Views : 426
  • Modified Date : 2020-06-16 12:07:57

પાલનપુર તાલુકાના
પારપડા ગામ તથા આજુબાજુના ભટામલ મોટી, રાજપુર, બાદરપુરા, આકેડી, દેલવાડા, વાધણા, લુણવા, આંત્રોલી, જેસંગપુરા, હેબતપુર અને જસપુરીયા વગેરે ૨૫ ગામોના ભુગર્ભ જળ ઉંડા જવાથી ખેડૂતોના બોર અને કુવાઓના પાણી નહિવત અને સુકાઈ જતા ખેડૂતોને ખેતી તથા પશુપાલનનો વ્યવસાય નષ્ટ થઈ જવાની હદ સુધી આવી ગયેલ છે, તેથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.
બનાસકાંઠા જીલ્લાના
પાલનપુર તાલુકામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને પોતાનો વ્યવસાય નષ્ટ થવાની ભીતિ સેવાઇ રહી છે. એટલું જ નહી પરંતુ ભવિષ્યના આ વિસ્તારમાં પાણી રહે છે કે નહી તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. ખેડૂતો પોતાની જીવાદોરી ટકાવી રાખવા ઉછીનું ઉધાર કરી પાણી મળશે તેવી આશાએ બોરની  જમીનના સારકામ કરવા છતાં પાણી મળવાની આશા નિષ્ફળ નીવડતા આ જગતના તાત એવા ખેડૂત નિરાશા અને હતાશામાં ગરકાવ થઇ ગયેલ છે અને દેવાદાર પણ બની ગયેલ છે. આ બાબતે લગાતાર લગભગ ૨૦ વર્ષથી ચૂંટણીના ટાણે સરકારમાં ગામે ગામેથી ખેડૂતો અને નાગરિકોએ કોઈ અનેકવાર રજૂઆતો કરી હતી તેમ છતાં આજદિન સુધી સરકારી વહીવટીતંત્ર ધ્યાન પર લેતું નથી. ત્યારે પાલનપુર તાલુકાના પારપડા ગામ તથા આજુબાજુના ભટામલ મોટી, રાજપુર, બાદરપુરા, આકેડી, દેલવાડા, વાધણા, લુણવા, આંત્રોલી, જેસંગપુરા, હેબતપુર અને જસપુરીયા વગેરે ૨૫ ગામોના ભુગર્ભ જળ ઉંડા જવાથી ખેડૂતોના બોર અને કુવાઓના પાણી નહિવત અને સુકાઈ જતા ખેડૂતોને ખેતી તથા પશુપાલનનો વ્યવસાય નષ્ટ થઈ જવાની હદ સુધી આવી ગયેલ છે, તેથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જેથી
પારપડા અને મલાણા ગામનું તળાવ ભરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર
આપી રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ હવે જો આ પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો ના છૂટકે ગામલોકો દ્વારા ગાંધી ચિનધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News