વડગામ તાલુકા પંચાયતના મુખ્ય દરવાજા આગળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-18 12:29:43
  • Views : 474
  • Modified Date : 2019-05-18 12:29:43

વડગામ તાલુકા મથકે આવેલ તાલુકા પંચાયતમાં પ્રવેશવાના મુખ્ય દરવાજા આગળ વાહન કોઈએ પાર્ક કરવા નહીનું બોર્ડ તો લગાવાયું  પણ તેનું પાલન કોણ કરાવશે ?
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે ખાનગી વાહનોના ચાલકો દ્વારા આડેધડ વાહનો પાર્ક કરીને ટ્રાફિકને અડચણરુપ બનતા રહ્યા છે. જેના કારણે તાલુકાભરમાંથી વડગામ ખાતે કામકાજ માટે આવતી આમ જનતાને ભારે હાડમારીઓ વેઠવી પડે છે. વડગામમાં આવેલ તાલુકા
પંચાયતના મુખ્ય દરવાજા આગળ જ તાલુકા પંચાયતના સત્તાધીશો દ્વારા રોડ ઉપર કોઇએ વાહન પાર્ક કરવા નહી તેવું મોટું બેનર તાલુકા
પંચાયતના દરવાજા ઉપર લટકાવાયુ છે. છતાં પણ તાલુકા પંચાયતના મુખ્ય દરવાજા આગળ જ બાઇકો તેમજ કાર પા‹કગ કરી વાહનચાલકો અડિંગો જમાવી દેતા તાલુકાભરમાંથી  તાલુકા
પંચાયતના કામ  અર્થે આવતા અરજદારોને તાલુકા પંચાયતમાં અવરજવર માટે ભારે હાલાકી ઓ વેઠવી પડી રહી છે. ત્યારે વડગામ પોલીસ તથા તાલુકા
પંચાયતના સત્તાધીશો દ્વારા દરવાજા આગળ પાર્ક કરી દેવાતા વાહનોને કાયમી માટે દરવાજા આગળથી હટાવીને કામ અર્થે આવતા તાલુકાના અરજદારોને મદદરૂપ બને તેવું જનતા ઇચ્છી રહી છે.

Download Our B K News Today App



Related News