રાહ શોપિંગ સેન્ટર પ્રકરણ ઃ ગામતળની જમીનમાં બનાવેલ શોપિંગ સેન્ટર તોડવા તલાટીએ આપી નોટિસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-17 11:46:35
  • Views : 320
  • Modified Date : 2021-02-17 11:46:35

થરાદ તાલુકાના રાહ ગામમાં પંચાયતની ગામતળની જમીનમાં ગામના સંરપચ અને બીજા અન્ય સભ્યોએ મળીને તેર દુકાનોનું શોપિંગ સેન્ટર ઉભુ કર્યુ છે. જેમાં સરકારી જમીનમાં  દબાણને તોડી  નાંખવામાં તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરીએ અગાઉ દબાણકારોને નોટીસ ફટકારી હતી. જેમાં દબાણકારોએ અડધા શોપિંગ સેન્ટરની સાત દુકાનો જાતે તોડી નાંખી હતી અને બાકી છ દુકોનો તોડી ન હતી. આથી થરાદ તાલુકા વિકાસ અધિકારીએ રાહ ગામના તલાટી મારફતે દબાણકારોને નોટીસો ફટકારી હતી. જેમાં બાકીની સરકારી જમીનની દુકાનો તાત્કાલિક તોડી પાડી કબજાે ખાલી કરવા જણાવ્યું હતું.  નોટીસ મળતા દબાણકારોમાં ફડફડાટ મચવા પામ્યો હતો. તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આ દુકાનોનો કબજાે ખાલી નહીં કરે તો તંત્ર દ્વારા શોપિંગ સેન્ટરની દુકાનો પાડી દેવામાં આવશે તેમજ ગામના સરપંચ અને દબાણ કરવામાં મળેળા સભ્યો ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
આઠ દિવસ પહેલા  થરાદ તાલુકાના રાહ ગામમાં ગામતળની જમીનમાં ઊભુ કરેલો શોપિંગ સેન્ટરનો મામલો તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઇને તેમાં ભૂમાફિયા અને કૌભાંડીઓનો પર્દાફાશ થતાં ગુરુવારે દબાણકારો  દ્વારા જાતે જ શોપિંગ સેન્ટર તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
પંચાયતના ત્રણ સદસ્યોના
પુત્રો અને એક ગ્રામજન મળીને કુલ ચાર શખ્શો  આ કૌભાંડમાં સામેલ છે જે તેમના વિરુદ્ધ ગ્રામ પંચાયતના બીજા સભ્યોએ વિવિધ  જગ્યાએ રજૂઆતો કરતા તંત્રે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અને જે લોકોએ દબાણ કર્યું  હતું તેની સામે લીધેલ જમીન મિલકત ખરીદી દસ્તાવેજ પણ તાબડતોડ કેન્સલ કરાવી દીધો હતો. જે દસ્તાવેજ રદ કેમ કરાયો ? તે અંગેની પણ તપાસ તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી કરશે.  થરાદની સબ રજીસ્ટાર કચેરીમાં રાહ ગામના જગમાલજી રાણાજી
દેવીપૂજકનો માલિકી ફેરખત વેચાણ દસ્તાવેજ પણ થયો હતો.  રાહ ગામના  સંરપચના પુત્ર ઈશ્વરભાઈ મેધાજી
પરમાર, કાનાભાઈ લાલજી ચૌધરી અને પટેલ શિવાભાઈ અનાજી સંયુક્ત રીતે રાહ ગામ તળની  રહેણાંક અને ખુલ્લી જમીન મિલકત નંબર ૨૧૬/૬ પૈકી અનુક્રમ નંબર ૩૪૮ જેનું ક્ષેત્રફળ ૬૬૯.૧૪ ચોરસમીટર ની  બે લાખ રૂપિયામાં ખરીદી કરી હતી તેનો દસ્તાવેજ નોંધણી નંબર ૪૪૭૦  રૂપિયા દશ હજાર સ્ટેપ ડ્યુટી  વાપરીને ૧૨/૧૦/૨૦૨૦ ના રોજ દસ્તાવેજ  કરાયો હતો. આથી આ દબાણના મામલે તંત્ર સુધી પહોંચતા અને તંત્ર દ્વારા  કડક વલણ અપનાવતા  આ લોકોમાં ફફડાટ મચ્યો હતો. આ દસ્તાવેજ પણ ગત તારીખ ૮/૨/૨૦૨૦ ના  રોજ એકાએક રદ કરી દેવાયો હતો. આથી ગ્રામજનોમાં આ વિષય વધુ ચર્ચાસ્પદ બન્યો હતો.
 થોડા દિવસ અગાઉ  થરાદ તાલુકાના રાહ ગામમાં
પંચાયતની ગામ તળ જમીનમાં પંચાયતના સભ્યો અને તેમના મળતિયાઓ દ્વારા જે તેર દુકાનોનું શોપિંગ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું તે  તાલુકા વિકાસ અધિકારીની  નોટિસ અને સૂચનાના આધારે  દબાણકારો ફફડી જતાં જાતે જ જીસીબી લાવી તોડવાની કામગીરી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News