સિધ્ધપુરમાં ન‹સગ કોલેજને વિદ્યાર્થીઓ દ્વારા તાળાબંધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-08 11:03:54
  • Views : 414
  • Modified Date : 2019-12-08 11:03:54

સિધ્ધપુરની સરકારી ન‹સગ કોલેજમાં લંપટ પ્રિન્સિપલ મહેન્દ્ર પટેલની કરતૂતોનો ભાંડો ફૂટયા બાદ વિદ્યાર્થીમાં ભારે આક્રોશ છવાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે  આ આંદોલનને ૨૦ દિવસ વિતવા છતાંય તંત્ર દ્વારા આ લંપટ પ્રિન્સિપલને સસ્પેન્ડ કરવામાં આવતો નથી. જોકે ગત સપ્તાહે ગાંધીનગરની ટીમ આવતા તેમને મહિલા અધિકારીની ટીમ બનાવી વિદ્યાર્થીઓના જવાબો લીધા બાદ વિદ્યાર્થીઓ દ્વારા સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું . ત્યારે  સાત દિવસ પૂર્ણ થવા છતાંય આ લંપટ પ્રિન્સિપલ મહેન્દ્ર પટેલ સામે કોઈ કાર્યવાહી કરવામાં  ન આવતા  ફરીવાર વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં આવી ગયા હતા અને સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.
૨૦ દિવસ વિતવા છતાંય હજુ સુધી વિદ્યાર્થીઓની માંગ સંતોષાઈ નથી જેના લીધે ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ ફરીવાર હડતાલ શરૂ કરી કોલેજ
કમ્પાઉન્ડની બહાર આવી સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. જોકે આ બાબતે વિદ્યાર્થીઓએ  આ અંગે
સિદ્ધપુર ખાતે ગુજરાત જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂતને પણ રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતાંય તેઓને કોઈ સંતોષ ના માળતા અંતે વિદ્યાર્થીઓ તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી
પરિષદ દ્વારા ન‹સગ કોલેજને તાળાબંધી કરવામાં આવી છે અને સોમવાર સુધીમાં નિર્ણય નહિ આવે તો સિદ્ધપુરનો હાઇવે ચક્કાજામ કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.  વિદ્યાર્થીઓ દ્વારા
પ્રિન્સિપલને સસ્પેન્ડ કરવાની માંગને લઈને સોમવારે સિદ્ધપુર હાઇવે ચક્કાજામ કરવા અંગે  વિદ્યાર્થીઓ દ્વારા સિદ્ધપુર
પોલીસને લેખિત અરજી કરીને
પણ જણાવવામાં આવ્યું છે. વધુમાં આ અરજીમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે, જો અમારી માંગ
પુરી કરવામાં નહિ આવે તો અમે ના છૂટકે આત્મવિલોપન કરવા મજબુર થઈશું જે બાબતે ગંભીર નોંધ લેવા અરજીમાં જણાવ્યું છે.

Download Our B K News Today App



Related News