ધારાસભ્ય દ્વારા થરાદ નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 11:13:27
  • Views : 499
  • Modified Date : 2019-11-15 11:13:27

થરાદ ખાતે અને વાવ ખાતે મુખ્ય કેનાલમાંથી શિયાળાની પિયત સીજન હોવાથી કેનાલોમાં સફાઈ કરાવી પાણી છોડવાની બંને ધારાસભ્યો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર અને નર્મદા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી બપોરના સમયે થરાદ ખાતે આવેલી નર્મદાની ઓફિસમાં તમામ કોંગ્રેસ સમિતીના તાલુકા પ્રમુખ આંબાભાઈ સોલંકી અને બંને ધારાસભ્યો જઈને ખેડૂતો સાથે નર્મદા વિભાગને તાળા માર્યા હતા અને અધિકારીઓને ખખડાવ્યા હતા. તેમજ છેલ્લાં ઘણાં સમયથી અધિકારીઓને મનમાની સામે ગુલાબસિંહ
રાજપૂતે ઉધડા લીધા હતા. તેમજ અધિકારીઓ કાલે ૨ વાગ્યા સુધી તમામ અધિકારીઓ, બ્રાન્ચ ડિસ્ટબ્યુર, અને
કોન્ટ્રાકટરો એન્જીનિયરો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો ફરીથી તાળાબંધી કરવામાં આવશે. તેમજ આંબાભાઈ સોલંકીએ જણાવ્યું હતુ કે નર્મદા વિભાગ એકના એક
કોન્ટ્રાકટરને કામ આપતી હોવાથી કામ સમયસર થતુ નથી આથી કામનું વિભાજન કરવાની વિનંતી કરી હતી. 

Download Our B K News Today App



Related News