દેલવાડા પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-29 11:03:48
  • Views : 551
  • Modified Date : 2019-06-29 12:18:34

સહુ ભણે સહુ આગળ વધે ના નારા સાથે કેન્દ્ર અને
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ શું શિક્ષણનું સ્તર ઉચું આવ્યું છે. કયાંક રૂમોની ઘટ તો કયાંક શિક્ષકોની ઘટ છે. ત્યારે દિયોદર તાલુકાના દેલવાડા ગામે પ્રાથમિક શાળામાં ચાર રૂમો ડેમેજ હોવાના કારણે બાળકોને બહાર બેસી અભ્યાસ કરવા મજબુર થતા આખરે બાળકોના વાલીઓએ શાળાને તાળા  બંધી કરાવી તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યા છે.
દિયોદર તાલુકાના દેલવાડા પ્રાથમિક શાળામાં ૧થી૮ ધોરણ આવેલ છે અને
અદાંજીત ૨૬૦ બાળકો અભ્યાસ કરે છે. પરતું છેલ્લાં ૨ વર્ષ થી આ દેલવાડા પ્રાથમિક શાળામાં ૪ રૂમો
જર્જરીત હોવાના કારણે શિક્ષકો દ્વારા બાળકોને અભ્યાસ આપવામાં ઘણી મુશ્કેલી પડી છે. જા કે રૂમો જર્જરીત હોવાના કારણે બાળકોને બહાર લીમડા નીચે બેસાડીને અભ્યાસ કરાવવો પડે છે. આ બાબતે દેલવાડા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આ રજૂઆત હજુ ધ્યાને લેવામાં આવી નથી. અભ્યાસ અર્થે આવતા બાળકો બહાર લીમડા નીચે બેસી અભ્યાસ કરતા હોવાથી હવે બાળકોના  વાલીઓએ શિક્ષણ વિભાગ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. બાળકોના વાલીઓ દેલવાડા પ્રાથમિક શાળા ખાતે પહોચી જવાબદાર તંત્ર સામે રોષ વ્યક્ત કરી શાળાને તાળાબંધી કરી હતી અને બાળકો સાથે શાળા બહાર બેસી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News