થરાદ ખાતે પૂજા પાર્કમાં ૩ મકાનોના તાળા તૂટ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-17 11:47:04
  • Views : 312
  • Modified Date : 2020-10-17 11:47:04

થરાદ પંથકમાં ચોરીનો સિલસિલો યથાવત રહ્યો હતો. જેમાં થરાદ ખાતે નર્મદા કેનાલ પુલની પાસે આવેલ પૂજા પાર્ક સોસાયટીમાં ત્રણ મકાનના તાળા તૂટયા હતા. ઘરની તમામ વસ્તુઓ વેરવિખેર જોવા મળી હતી અને સવારના મકાન માલિકોએ આને સોસાયટીના લોકોએ ભેગા થઇ મીડિયા અને પોલીસને જાણ કરી હતી. ત્યારે થરાદ પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. જેમાં પૂજા પાર્ક સોસાયટીમાં મકાનના રહેનાર સરવણભાઈ ડોક્ટર બહારગામ ગયા હતા અને રાત્રે મકાન બંધ પડેલું હતું. તેમજ બાજુના બંને મકાનો પણ બંધ પડેલા હતા અને તસ્કરોએ બંધ પડેલા મકાનનો ફાયદો ઉઠાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ બીજી બાજુ થરાદના એસ.ટી. ડેપોના વર્કશોપમાં
પાર્ક કરેલો બાઇકની ધોળા દિવસે ચોરી કરી ચોર ફરાર  થયો હતો. બાઇકની ચોરી કરી જનાર અજાણ્યા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. બે દિવસમાં થરાદ-વાવ
પંથકમાં ચોરીનો આ ત્રીજો બનાવ બનવા પામ્યો હતો. આથી થરાદ-વાવ પંથકના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

Download Our B K News Today App



Related News