કાંકરેજના ખીમાણામાં એકજ રાતમાં બે મંદિરના તાળા તૂટ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-12 12:37:02
  • Views : 413
  • Modified Date : 2019-11-12 12:37:02

બનાસકાંઠા જિલ્લાના
કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે  રવિવારની રાત્રે એકજ રાતમાં બે મંદિરના તાળા
તૂટવાની ઘટના બનવા પામી છે. જેમાં રોકડ રકમ સહિત એમ્પ્લફાયર તેમજ લાઉડ સ્પીકરો ઉઠાવી જવામાં તસ્કરો કામિયાબ નિવડયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેમાં રોકડ રકમ મુદામાલ મળી અંદાજે પચ્ચીસ હજાર આસપાસની ચોરી થવા પામી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની હકીકત એવી છે કે કાંકરેજના ખીમાણાથી જશાલી માર્ગ પર આવેલ શ્રી ભવાની માતાજીના મંદિરે
દાનપેટી તોડી અંદાજે દસથી બાર હજારની રોકડ રકમ તસ્કરો ઉઠાવી ગયા હતા. જયારે બીજી તરફ આજ માર્ગ પર આવેલ શ્રી સંકટ મોચન હનુમાનજી દાદાના મંદિરે દાનપેટી તોડવામાં નાકામીયાબ તસ્કરો મંદિરના  તાળા તોડી મંદિરમાંથી એમ્પ્લફાયર સહિત લાઉડ સ્પીકરો ઉઠાવી જવામાં કામિયાબ નિવડ્યા છે. જે અંદાજે રૂપિયા પંદર હજાર આસપાસની રકમનો મુદામાલ ઉઠાવી જવા પામ્યા હતા. જા કે તસ્કરીમાં વપરાયેલ છરી હાલમાં દાનપેટીમાં ફસાયેલી હાલતમાં જાવા મળી રહી છે. તેમજ છરીનું મ્યાન પણ ત્યાંજ પડેલું જાવા મળી રહ્યુ છે. બનાવના પગલે વહેલી સવારે ગામ અગ્રણીઓ જિલ્લા ડેલીગેટ ઈશ્વરભાઈ ખટાણા, સરપંચ ફતુજી પરમાર, પૂર્વ તાલુકા ડેલીગેટ કપુરસિંહ પરમાર, પૂર્વ સરપંચ પીરાજી પરમાર, નવાપુરામંત્રી લક્ષ્મણસિંહ પરમાર (ઉર્ફે બકાજી) સહિત નવાવાસ, નવાપુરા તેમજ ખીમાણાના આગેવાનો અને ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. તેમજ બનાવની જાણ શિહોરી પોલીસને કરતા શિહોરી પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News