ધાનેરાની ગોકુળનગરમાં ચાર મકાનોના તાળા તુટ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-09 11:35:37
  • Views : 420
  • Modified Date : 2019-11-09 11:35:37

ધાનેરામાં છેલ્લાં કેટલાંક સમયથી ચોરીના બનાવો વધી રહ્યા છે અને તેમાં પણ દિવાળી વેકેશનમાં લોકો ફરવા કે
પોતાના વતનમાં ગયા હોય તેવા લોકોના મકાનોને આ તસ્કરો ટાર્ગેટ બનાવી ચોરી કરતા હોય છે.
જેમાં ખાસ કરીને દિવાળી વેકેશન હોવાથી શિક્ષકો પોતાના વતનમાં હોવાથી તેમના મકાનો બંધ હોય છે અને દિવાળીનો લાભ લઇને આવા તસ્કરો
પોતાનો હાથફેરો કરવા માટે આવા મકાનો ઉપર રેકી કરીને ચોરીના પ્લાન બનાવતા હોય છે. ત્યારે ગતરોજ ધાનેરાની ગોકુળનગર સોસાયટીમાં તસ્કરોએ ચાર બંધ  મકાનના તાળા તોડ્યા હતા અને ઘરમાં
પડેલ સરસામાન તેમજ તિજોરીઓ તોડી હતી અને જે સામાન મળ્યો તે લઇ ગયા હતા. આ ઘટનાની જાણ
આજુબાજુના લોકોને થતાં તેઓએ ઘર માલિકોને ફોન કરતા તેઓ આવ્યા હતા અને
પોતાના ઘરોની તપાસ કરતાં તેમાંથી ગયેલ સામાન બાબતે તપાસ કરી હતી પરંતુ મોટી રકમ ગઇ ન હતી એટલે તેઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

Download Our B K News Today App



Related News