સિધ્ધપુર ખળી ચોકડી પાસે કારે ટક્કર મારતા સાયકલ સવાર વૃધ્ધનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 07:02:36
  • Views : 457
  • Modified Date : 2019-04-06 07:02:36

સિધ્ધપુર ખળી ચોકડી અભ્યુદય ઇન્ડસ્ટ્રીઝ સામે
પઢીયાર કોલ્ડ સ્ટોરેજની પાસે એક સ્વીફ્‌ટ ગાડીના ચાલકે સાઇકલ સવારને ટક્કર મારતા સાઇકલ સવાર વૃધ્ધનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવની વિગત એવી છે કે ઠાકોર ચતુરજી રવાજી ઉં.વર્ષ.૬૦ રહે .શંકરપુરા, પઢીયાર કોલ્ડ સ્ટોરેજમાં નોકરી કરતા હોઈ રોજની જેમ સાંજે સાત કલાકની આસપાસ સાયકલ લઈને ખળી ચાર રસ્તા પાસે આવેલ
પઢીયાર કોલ્ડસ્ટોરેજમાં નોકરી જતા હતા. તે દરમિયાન મહેસાણા તરફ જતી સ્વીફ્‌ટ ગાડી નંબર  જીજે.૦૨.એપી.૪૨૬૩ ના ચાલકે જોરદાર ટક્કર મારતા ઠાકોર ચતુરજી રવાજીને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળેથી ૧૦૮ ને જાણ કરતા  તેઓએ તેમને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્‌યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતાં સિધ્ધપુર પોલીસે લાશનું પંચનામું કરી પોસ્ટ મોર્ટમ કરી લાશ વાલીવારસોને સોંપી હતી.

Download Our B K News Today App



Related News