ડીસાના યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા કરુણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 10:42:22
  • Views : 606
  • Modified Date : 2019-07-13 10:42:22

ડીસાનો યુવક બાઈક ઉપર પોતાના મિત્રને મુકવા ધાનેરા જઈ રહ્યો હતો. તે દરમ્યાન કંસારી પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા યુવકના માથાના ભાગે ગંભીર ઇજા
પહોંચતા તેને સારવાર માટે ડીસા  સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં આંક્રદ મચ્યો હતો.
ડીસામાં રહેતા વિનોદ ગણપતલાલ સોની (ઉં. ૨૬ વર્ષ ) તેઓ ડીસા ખાતે સોની કામ કરે છે. ગઈકાલ રાતે ડીસાથી ધાનેરા તરફ જતા હતા તે દરમિયાન કંસારી રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે ધડાકાભેર ટક્કર મારતા વિનોદભાઈને  માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ચાલક પલાયન થઈ ગયો હતો. આ બનાવના
પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ગંભીર હદે ઘવાયેલા વિનોદને ૧૦૮ મારફતે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પરના તબીબે વિનોદભાઈને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ મચી ગયો હતો. બનાવની જાણ થતા ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફે પણ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News