ડીસા-ભીલડી હાઈ-વે પર અજાણ્યા વાહનની ટકકરે વ્યક્તિનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-21 11:19:26
  • Views : 737
  • Modified Date : 2019-08-21 11:19:26

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ-અકસ્માતના બનાવોમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરોજ ડીસા- ભીલડી હાઈ-વે પર એક વ્યક્તિ રોડ ક્રોસ કરવા જતાં તેને અજાણી વાહને ટક્કર મારી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.
 બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી માર્ગ અકસ્માત ના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલીક વાર અજાણી વાહનના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાતા હોય છે. જેમાં અત્યાર સુધી કેટલાંય માસુમ લોકોએ આવા ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે મોતનો ભોગ બનવું પડે છે ત્યારે આવો જ એક અકસ્માત ગતરોજ ડીસા અને ભીલડી હાઈ-વે પર આવેલ શરત ગામ પાસે બન્યો હતો. જેમાં ડીસા-ભીલડી હાઈ-વે પર આવેલ સબમર્શિબલની દુકાનમાં કામ કરતા રમેશભાઈ ડાયાભાઈ રબારી ( ઉ.વ-૪૦, રહે. શરત) જેઓ સબમર્શિબલની  દુકાનેથી પોતાના કામકાજ અર્થે રોડ ક્રોસ કરી અને સામેના ભાગમાં જતા હતા. ત્યારે અચાનક કોઈ અજાણી વાહન ચાલકે રમેશભાઈને જોરદાર ટક્કર મારતા  રોડ પર પટકાયા હતા. આ વાતની જાણ રમેશભાઈના માલિકને થતા તેઓ રમેશભાઈને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન રામેશભાઈનું કરુણ મોત
નીપજ્યું હતું.

Download Our B K News Today App



Related News