​​​​​​​હાઈકોર્ટની સુનાવણી : રાજ્ય એડવોકેટ જનરલની રજૂઆત, દેશમાં રોજ 1,75,000 વાયલ રેમડેસિવીરની જરૂર, ગુજરાત સરકાર 30 હજાર મેળવે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 12:05:32
  • Views : 260
  • Modified Date : 2021-04-12 12:05:32

    કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી (PIL) નોંધીને ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે તેની આજે સુનાવણી હાથ ધરી છે.ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે. જેમા ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લઇ રહ્યા છે.

    હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી છેકે, ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં ૩૦ હજાર વાયલ મેળવે છે. આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારી દીધી છે. સાથે જ ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ. રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમાં મળી રહે છે. રેમડેસિવિર ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી તો પણ હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે.

    એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, ધન્વન્તરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે-ઘરે ટેસ્ટીંગ અને ટ્રેકિંગ યોગ્ય રીતે કરે છે.141 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડૈઝીગ્શેટેડ તરીકે જાહેર કરાઈ છે. રાજયમા ઉપલબ્ધ ઓક્સિઝનના જથ્થા પૈકી 70 ટકા જથ્થો અનામત રાખતુ દેશનું એક માત્ર રાજય ગુજરાત છે. આ જથ્થો આરોગ્ય હેતુ માટે હોસ્પિટલોને ફાળવાય છે.ગઈકાલ સુધીમાં 1262 પથારીઓ ઉપલબ્ધ છે અને નવી 956 વધારી રહ્યા છીએ એટલું જ નહીં કોવિડ કેર સેન્ટર પણ વધારી રહ્યા છીએ. રાજ્યમાં કુલ 71021 પથારીઓ ઉપલબ્ધ છે. સાથે જ 1127 કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ કાર્યરત છે.સુરતમાં રેમડિસિવર ઈન્જેકશન ચેરિટી માટે વિતરીતક કરાયા હતા. જેમા લોકોને મદદરૂપ થવાનો આશય હતો. જેનો ઉપયોગ રૂરિયાત મંદ લોકો માટેજ કરાયો હતો.ટેસ્ટીંગ ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટમાં લોકોને અવેરનેસ માટે વિશેષ ભાર અપાઈ રહ્યો છે.


Download Our B K News Today App



Related News