ભાવનગરમાં ‘ગુરૂજી કે બાપુજી’ના નામથી જાણીતા તખ્તસિંહજી પરમાર માર્ગ નામાભિધાન સમારોહ અને પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-09 16:55:50
  • Views : 434
  • Modified Date : 2020-11-09 16:55:50

                  ગુજરાતના શિક્ષણ જગતમાં પિતામહ તરીકેની છાપ ધરાવતા અને ‘ગુરુજી કે બાપુજી’ના હુલામણા નામથી જાણીતા એવા આદર્શ ગુરુવર્ય એવા પૂજ્ય તખ્તસિંહજી પરમાર (ગુરુજી) માર્ગ નામાભિધાન સમારોહ, ઋષિ દીઠા અને સાંદીપનિ પુસ્તક વિમોચન સમારંભ યોજાયો હતો. જેમાં ધારાસભ્યો અને મંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.સાહિત્યની ઊંડી સૂઝ, પ્રખર અભ્યાસ અને બારીક નિરીક્ષણ દ્રષ્ટિને કારણે આદરણીય તખ્તસિંહજી પરમારે ન માત્ર સાહિત્યકારો પરંતુ અનેક અભિભાવકોનું પણ સર્જન કર્યુ છે. તેમજ છેલ્લા સાતેક દાયકામાં ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલા પુસ્તકોની સર્વાધિક પ્રસ્તાવના લખવાનું ગૌરવ તેમના ફાળે છે. ભાવનગરના ગૌરવવંતા શિક્ષણ ક્ષેત્રના એક વડલા સમાન તેમની નિશ્રામાં શરૂ થયેલ ‘બુધવારીયું’ અને ‘ગદ્યસભા’ વર્ષોથી નવોદિત ગદ્યકારોને વિકસવા માટે મોકળું મેદાન મળ્યું છે.ભાવનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગરના પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા, ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને મંત્રી વિભાવરીબેન દવે સહિતનાં આગેવાનો તેમજ ગુરુજીના પરિજનો ઉપસ્થિત રહ્યાં હતા. 

Download Our B K News Today App



Related News