બનાસકાંઠાના તાજપુરા ગામે જમીન બાબતે ચાર શખ્સોએ એક દંપતી પર જીવલેણ હુમલો કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-31 17:00:09
  • Views : 1079
  • Modified Date : 2020-05-31 17:00:09

વડગામ તાલુકાના તાજપુરા ગામે જમીન બાબતે તકરાર થતાં દંપતી પર ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં તાજપુરા ગામે રહેતા અયુબખાન બિહારી અને યાકુબખાન બિહારી વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીન બાબતે તકરાર ચાલી રહી હતી તે દરમિયાન આજે ઉશ્કેરાયેલા યાકુબખાન બિહારી સહિત ચાર શખ્સોએ ઘરમાં ઘૂસી આવી અયુબખાન બિહારી અને તેની પત્ની પર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. અચાનક હુમલો થતા જ અયુબખાને બુમાબુમ કરતા તેના પરિવારજનો દોડી આવી તેઓને હુમલાખોરોની ચૂંગલ માંથી છોડાવ્યા હતા. તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં દંપતીને સારવાર માટે વડગામ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. બનાવને પગલે વડગામ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલો કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News