કલેકટર આનંદ પટેલની ગરીબો પ્રત્યે સંવેદના ફૂટપાથ પર રહેતા ગરીબોને દિવાળીના તહેવારોને અનુલક્ષી મીઠાઇનું વિતરણ કર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-07 11:43:38
  • Views : 884
  • Modified Date : 2020-11-07 11:43:38

બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલની ગરીબો પ્રત્યેની સંવેદનાની જિલ્લાવાસીઓ સરાહના કરી રહ્યા છે. આગામી સમયમાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઇભીજ જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા કલેકટર આનંદ
પટેલના નેતૃત્વમાં જિલ્લાના મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અનોખો સેવાયજ્ઞ આદરવામાં આવ્યો છે. બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે પાલનપુર શહેરમાં
ફૂટપાથ પર રહેતા અત્યંત ગરીબ લોકોને ગઇકાલે સાંજે મીઠાઇનું વિતરણ કર્યુ હતું. કલેકટરે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના મહેસૂલી પરિવાર દ્વારા ફુટપાથ પર રહેતાં ગરીબ પરિવારોને સાંજનું ભોજન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે ૨૦ થી ૨૫ લોકોને ભોજન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આગળ જતાં તેમની
જરૂરીયાતોને ધ્યાનમાં રાખી આ સેવા વિસ્તારવામાં આવશે.   
મીઠાઇ વિતરણ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એ.ટી. પટેલ, પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા, નાયબ મામલતદારો સહિત મહેસૂલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News