પાલનપુર શહેરમાં તંગદિલીનો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 05:55:30
  • Views : 488
  • Modified Date : 2019-04-06 05:55:30

પાલનપુરના ઢુંઢીયાવાડી ઘેમરપુરા વિસ્તારમાં ચાર દિવસ અગાઉ થયેલા ઝઘડામાં કેટલાંક શખ્સોએ ઉશ્કેરાઇ જઇ એક યુવકને છરી હૂલાવી દીધી હતી. જેને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં શુક્રવારે યુવકનું મોત થયું હતુ. જેના પરિવારો મૃતદેહને પાલનપુર લઇ આવ્યા હતા.  દરમિયાન ઘટનાસ્થળે દોડી આવેલા જિલ્લા પોલીસ વડાની સમજાવટના અંતે પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકારી તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. બીજી તરફ યુવકની હત્યાને પગલે ઘેમરપુરા વિસ્તારમાં ભારે તંગદિલી પ્રસરી જવા પામી હતી. જ્યાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પાલનપુરમાં ચકચારી બનેલી ઘટનાની વિગતો એવી છે કે, શહેરના ઢુંઢીયાવાડી ઘેમરપુરા વિસ્તારમાં ચાર દિવસ અગાઉ થયેલા ઝઘડામાં કેટલાંક શખ્સોએ ઉસ્કેરાઇ થઇ વિપુલ ઓડ ઉપર છરીથી હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોચાડી હતી. જેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન વિપુલનું શુક્રવારે મોત થયું હતુ. જેના પરિવારો વિપુલનો મૃતદેહ પાલનપુર લઇ આવ્યા હતા. અને કોઝી વિસ્તારમાં મુકી વિપુલને ન્યાય નહી મળે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવામાં આવે તેવા બેનરો દર્શાવતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. આ અંગેની જાણ થતાં જિલ્લા પોલીસ વડા પ્રદિપ સેજુલ ત્યાં દોડી ગયા હતા. અને સમજાવટના અંતે પરિવારોએ મૃતદેહ સ્વીકારી તેની અંતિમક્રિયા કરી હતી. જોકે, યુવકની હત્યાને પગલે ઘેમરપુરા વિસ્તારમાં ભારે તંગદિલી પ્રસરી જવા પામી હતી. જ્યાં કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

 

Download Our B K News Today App



Related News