ઉનાળાની સિઝનમાં થયેલ કરાની અતિવૃષ્ટિથી સક્કરટેટી અને તરબૂચમાં નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-26 12:30:59
  • Views : 404
  • Modified Date : 2019-12-26 12:30:59

ગુજરાતની સંવેદનશીલ સરકાર ખેડૂતોના થયેલા વિવિધ પાકોના નુકસાનનું સર્વે કરાવી વળતર ચૂકવી રહી છે. પરંતુ રાજ્ય સરકારની આ સહાયની ચૂકવણીમાં કેટલાંક રાજ્ય  સરકારના અધિકારીઓ અને મળતીયા લોકોની સાંઠગાંઠના કારણે કેટલાંક સાચા ખેડૂતોને સહાય મળતી નથી,  જેથી રાજય સરકાર પર માછલાં ધોવાય છે. ત્યારે આવું જ કંઈક ડીસા તાલુકાના વડાવળમાં ગતવર્ષે ઉનાળાની સિઝનમાં થયેલા કરા સાથેના વરસાદથી ખેડૂતોના ખેતરમાં વાવેલા સક્કરટેટી અને તરબૂચ જેવા
પાકોને મોટું નુકસાન થયું હતું. ત્યારે ગામના કેટલાંક જાગૃત નાગરિકો અને મીડિયાના માધ્યમ દ્વારા રાજ્ય સરકાર સુધી આ બાબતની જાણ કરાઈ હતી. ત્યારબાદ સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક સર્વે પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ગામમાં ચર્ચાતી વાતો મુજબ આ સર્વેમાં કેટલાંક મળતીયા લોકોએ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી સાચા ખેડૂતોને બદલે ખોટા ખેડૂતોના સર્વે કરાવી વળતર મેળવવા માટેની અરજી કરી હતી. જેથી આ ખેડૂતોનું સહાય ચૂકવણીનું લિસ્ટ તૈયાર થતા જેની જાણ વડાવળના કેટલાંક જાગૃત નાગરિકો થતા જેમાં સાચા ખેડૂતો કે જેમણે ખરા અર્થમાં નુકસાન થયું છે તેવા નામો ન હોવાનું જાણવા મળતા સહાય ને લઇ ગામમાં ચર્ચાઓ ચાલી રહી છે. અત્રે એ પણ જાણવા મળ્યું છે કે અધિકારીઓ અને મળતીયા લોકોની સાઠગાંઠથી  ખેડૂતોને સહાય માટેનું નામ છે તેવા ખેડૂતો પાસેથી પંદરસો રૂપિયા પણ ઉઘરાવવામાં આવી રહ્યા છે.
ત્યારે એક બાજુ ખોટા સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે ત્યારે  ગામમાં સાચા અર્થમાં જ નુકસાન થયું છે તેવા ખેડૂતો આ લાભથી વંચિત જોવા મળી રહ્યા છે. અત્રે  ઉલ્લેખનીય છે કે વડાવલ ગામમાં ગત વર્ષે પણ રાજય સરકારની ખેડૂત સહાય હોય કે અન્ય સહાય દરેક વખતે વ્હાલા-દવાલાની નીતિ
અપનાવવામાં આવી રહી છે. તેમજ ઉનાળાની સિઝનમાં પણ કરા સાથેના થયેલા વરસાદને લઇ સક્કરટેટી અને તડબુચના પાકોના નુકસાનમાં પણ અનેક સાચા ખેડૂતો રહી ગયા છે જેને લઇ ગામમાં ભારે ઉહાપોહ  જોવા મળી રહ્યો છે. ત્યારે આ સર્વેમાં કયા અધિકારી જવાબદાર છે અને કોના ઇશારે આ સર્વે કરાયો છે એ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી તથા જિલ્લા કલેકટર તપાસ કરશે ખરા ? તે જાવું રહ્યું.

Download Our B K News Today App



Related News