પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાણીની વાવ ઉત્સવ ઉજવણીની તડામાર તૈયારીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-12 12:02:01
  • Views : 457
  • Modified Date : 2019-12-12 12:02:01

પાટણ ખાતે આગામી તા.૧૬ અને ૧૭ ડીસેમ્બરના રોજ પાટણ ખાતે રાણીની વાવ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ તથા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ તથા સ્થળ
પર જ બેઠક યોજી આયોજન અને કામગીરી બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનાર કલા અને સંસ્કૃતિને ઉજાગર કરનાર રાણીની વાવ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા શેઠ એમ.એન.હાઈસ્કૂલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, પ્રાંત અધિકારી સહિત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી તૈયારીઓ બાબતે નિરીક્ષણ કર્યુ હતુ. કાર્યક્રમના સ્થળે બેઠક વ્યવસ્થા, લાઈટીંગ,
પાર્કિંગ વ્યવસ્થા સહિતની કામગીરી સત્વરે થાય તે સુનિશ્વિત કરવા સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર બેઠક યોજી  સૂચનો કર્યા હતા. આ
ઉપરાંત કલેક્ટરે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાથે કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સલામતી વ્યવસ્થા બાબતે પરામર્શ કર્યો હતો. મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેવાના હોઈ આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ તથા મેડીકલ ટીમ પણ સ્થળ પર હાજર રાખવામાં આવશે. ચીફ આૅફિસરને શહેર તથા કાર્યક્રમના સ્થળે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

Download Our B K News Today App



Related News